GSTV
Home » News » સુરતમાં આરપીએફ જવાન બુટલેગર પાસેથી લાંચ લેતો વીડિયો થયો વાયરલ

સુરતમાં આરપીએફ જવાન બુટલેગર પાસેથી લાંચ લેતો વીડિયો થયો વાયરલ

આમ તો ગુજરાતમાં દારૂબંદી છે પરંતુ સુરતમાં રેલવે પોલીસ દ્રારા કદાચ દારૂની હેરાફેરીની સવલત પૂરી પાડવામાં આવતી હોય તેવો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા જાતજાતની ચર્ચાઓ જાગી છે. આ વીડિયોમાં એક આરપીએફ જવાન ત્રણ મહિલા બુટલેગર જેઓ રેલવે ટ્રેકને ક્રોસ કરતી હોય છે ત્યારે આરપીએફ જવાન આ મહિલાઓ પાસેથી 100-100 રૂપિયા ઉઘરાવે છે.

ત્યારે આ મહિલા બુટલેગર અન્ય પોલીસ જવાનને 500 રૂપિયા આપી દીધા હોવાનું રટણ કરતી જોવા મળે છે. આમ છતા આરપીએફ જવાન મારા પર વિશ્વાસ નથી તેવું કહીને તેમની પાસેથી પરાણે 100-100 રૂપિયા લેતો સ્પષ્ટ રીતે દેખાય રહ્યો છે. ત્યારે આ આરપીએફ જવાન કોણ છે અને તે કાયદાને નેવે મૂકીને મહિલા બુટલેગરોને દારૂની હેરાફેરી કરતી અટકાવવાને બદલે 100-100 રૂપિયાનો હપ્તો લેતો દેખાય રહ્યો છે. ત્યારે આ વીડિયો પરથી સવાલ થાય કે શું આરપીએફ દ્વારા આ રીતે મહિલા બુટલેગરોને દારૂની હેરાફેરી કરવાની સવલત પૂરી પાડીને શું હપ્તા લેવામાં આવે છે. આ વીડિયો હાલમાં તપાસનો વિષય બન્યો છે.

READ ALSO

Related posts

શું વિદ્યા બાલને નેશનલ એવોર્ડ માટે આ ફિલ્મમાં કામ કર્યુ છે? તો વિદ્યાએ આપ્યો આ જવાબ

Kaushik Bavishi

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર રાજનીતિ ગરમાઇ, ડે.સીએમ નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

Riyaz Parmar

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!