GSTV

રદ્દ થયેલી મેચમાં કોહલી, ધોની અને રોહિતે કરી આ રીતે બેટિંગ

Last Updated on October 14, 2017 by

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શુક્રવારે આઉટફિલ્ડ ભીનું હોવાના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ અને ત્રીજી ટ્વેન્ટી-20 મેચ રદ્દ કરવામાં આવી હતી. જો કે, આ નિર્ણયાક મેચ રદ્દ થયા બાદ ભારતના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ પ્રશંસકોને મનોરંજન કરાવ્યું હતું.

આઉટ ફિલ્ડ ભીનું હોવાના કાણે અમ્પાયરો સાત કલાકે મેદાનનું નિરીક્ષણ કરવાના હતા ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મેદાનની સ્થિતિ સુધારવા માટે પ્રયાસો કરાઇ રહ્યાં હતા. આવામાં કપ્તાન વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા કંઇક અલગ જ કરતા નજરે આવ્યા હતા.

 

આ ત્રણેય દિગ્ગજ બેટસમેનોએ ડાબા હાથના બેટસમેનોની જેમ બેટિંગ કરી કેટલાક મોટો શોટ ફટકારવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. પ્રારંભમાં કપ્તાન વિરાટ કોહલીએ તેની શરૂઆત કરી હતી ત્યાર બાદ હિટમેન રોહિત શર્માએ પણ આ પ્રકારની બેટિંગમાં હાથ અજમાવ્યો હતો. ત્યાર બાદ વિકેટકીપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીએ પણ આ કાર્યમાં જોડાયો હતો. આમ, ભલે આ મેચ રદ્ થઇ હોય પરંતુ, આ ત્રણેય બેટસમેનોએ દર્શકોને મનોરંજન જરૂર કરાવ્યું હતું.

Related posts

BIG BREAKING: ક્રિકેટર હાર્દિક પંડ્યા લઈ શકે છે સંન્યાસ, ઈજાથી છે સતત પરેશાન!

pratik shah

Big Breaking / વનડેમાં રોહિત શર્મા બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા BCCIનો મોટો નિર્ણય

Zainul Ansari

નામની રમત / અક્ષર+પટેલ… રવીન્દ્ર+જાડેજા, જ્યારે સાથે આવ્યા Ind-NZના ખેલાડી અને બની ગયું આખું નામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!