GSTV

સતત ત્રીજા વર્ષે આ ક્રિકેટર બન્યો સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુનો ‘બાદશાહ’, અક્ષય-સલમાન બધાને રાખી દીધા પાછળ

ટીમ ઈન્ડિયાના પ્રખ્યાત કેપ્ટન વિરાટ કોહલીએ ક્રિકેટમાં તો એકથી વધીને એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, પરંતુ ક્રિકેટ સિવાય વિરાટે હાલમાં જ પોતાના નામે એક વિશેષ ઉપલબ્ધી મેળવી છે.

ટીમ ઈન્ડિયાના ‘રનમશીન’ કોહલી સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુના મામલે ટોપ પર રહ્યા છે અને સતત આ યાદીમાં ત્રીજા વર્ષે પણ નંબર વન પરનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ 1691 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

આ મામલે વિરાટે બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર, દીપકા પાદુકોણ, રણવીર સિંહ, શાહરૂખ ખાન અને સલમાન ખાન સહીત ઘણા સેલિબ્રિટીને ઘણા પાછળ છોડી દીધા છે.

virat kohali
virat kohali

ઉલ્લેખનીય છે કે, આ યાદીમાં વિરાય સિવાય કોઈ બીજા ક્રિકેટર્સની વાત કરીએ તો, કોહલી બાદ બીજા નંબર પર એમએસ ધોની (41.2 મિલિયન અમેરિકન ડોલર), ત્રીજા નંબરે સચિન તેંડુલકર (25.1 મિલિયન ડોલર) અને ચોથા નંબર પર ટીમ ઇન્ડિયાના હિટમેન રોહિત શર્મા (23.0 મિલિયન ડોલર) છે. આ લિસ્ટ પ્રમાણે, રોહિત વિરાટથી 10 ગણા પાછળ છે.

READ ALSO

Related posts

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva

પેટ્રોલ અને ડીઝલની માગ ઘટી પણ આ ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો, દરરોજનું 3 લાખ બુકિંગ વધ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!