GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

Corona સામેની જંગમાં મદદ માટે આગળ આવ્યાં વિરાટ-અનુષ્કા, દાનમાં આપી આટલી મોટી રકમ

corona

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ Corona સામેના જંગમાં પીએમ કેર ફંડમાં ગુપ્ત ડોનેશન આપ્યુ છે.છેલ્લા બેએક દિવસથી કોહલી દ્વારા હજી સુધી કોઈ સહાય નહી અપાઈ હોવાના સવાલો યુઝર્સ ઉઠાવી રહ્યા હતા. જોકે કોહલીએ અને અનુષ્કાએ આજે ટવિટર પર સહાયની જાહેરાત કરી હતી.બંનેએ એક જ પ્રકારની પોસ્ટ મુકી હતી કે, અમે પીએમ કેર ફંડ અને મહારાષ્ટ્ર સીએમ રિલિફ ફંડમાં મદદ કરી રહયા છે. આટલા લોકોની પીડા જોઈને અમારા દિલ તુટી રહ્યા છે અને અમે આશા કરીએ છે કે, અમારુ યોગદાન દેશના નાગરિકોનુ દર્દ ઓછુ કરવા માટે મદદ કરશે.કેટલાંક સૂત્રોનું કહેવું છે કે વિરાટ કોહલી અને અનુુષ્કા શર્માએ 3 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે.

જોકે વિરાટ અને અનુષ્કાએ ડોનેશનની રકમનો ફોડ પાડ્યો નથી.તેમનુ કહેવુ છે કે, ડોનેશન ગુપ્ત રહે તે જ સારુ છે. જેને લઈને હવે સોશ્યલ મીડિયા પર તેમના ફેન તેમના ભરપૂર વખાણ કરવા માંડ્યા છે.

ક્રિકેટ જગતના સિતારાઓ કોરોના સામે મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે.જેમ કે સુરેશ રૈનાએ 51 લાખનુ ડોનેશન આપ્યુ છે. સચિન પણ 50 લાખ રુપિયા આપી ચુક્યો છે.ક્રિકેટ બોર્ડે 51 કરોડ રુપિયાનુ ડોનેશન આપવાની જાહેરાત કરી છે.

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને, દેશભરમાં 15 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સ્ટાર્સને પણ સામાન્ય લોકોની સાથે ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. દરમિયાન, સ્ટાર્સ સોશિયલ મીડિયા પર વધુ સક્રિય બન્યા છે અને આ ખાલી સમયને વિવિધ રીતે વિતાવી રહ્યા છે. આ દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.

અનુષ્કાએ કર્યુ વિરાટના હેરકટ

વાસ્તવમાં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીના વાળ કાપતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનુષ્કા કેવી મસ્તી સાથે વિરાટના હેરકટ કરી રહી છે, વિરાટ પણ આ હેરકટને એટલી જ મજાની સાથે પસંદ કરી રહ્યો છે.અનુષ્કા શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ઘણો પસંદ કરી રહ્યા છે. વીડિયોનાં અંતમાં વિરાટનાં જૂના અને નવા લૂકને શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સની સાથે સાથે બોલીવુડ અને ખેલ જગતની હસ્તિઓ પણ કમેન્ટ્સ કરી રહ્યા છે.

Read Also

Related posts

કોરોનાની સારવાર લઈને મોતને હરાવી દેનાર અમદાવાદીઓ પ્લાઝ્મા ડોનેટ કરવામાં પાછળ

Nilesh Jethva

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

SBIમાં આટલા પદો પર બહાર પડી ભરતી, જલ્દી કરો! અરજી કરવા હવે ફક્ત આટલા જ દિવસ બાકી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!