GSTV
Gujarat Government Advertisement

ક્રિકેટર ડેવિડ વોર્નરે જરૂર છે એક બેટની, વિરાટ કોહલીએ જવાબ આપી કહ્યું….

Last Updated on January 26, 2020 by Ankita Trada

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વૉર્નર અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે હાલમાં સોશીયલ મીડિયા પર થોડી રોમાંચક વાતો થઈ છે. હાલમાં જ વૉર્નરે ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાના બેટ્સનું કેલેક્શન શેર કર્યું છે. આ પોસ્ટ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, વોર્નરનાશેર કરેલા આ ફોટોમાં 19 બેટ દેખાઈ રહ્યા છે, જેથી વિરાટ તેમને પૂછ્યું છે કે, શું તમારે મારી પાસેથી બેટ જોઈએ છે ? જેનો વોર્નરે પણ કંઈક આવો જવાબ આપ્યો હતો.

View this post on Instagram

Stock-taking time!! @spartansportsau #needafewmore ??

A post shared by David Warner (@davidwarner31) on

વોર્નરે જે ફોટો શેર કર્યો તેની સાથે લખ્યું છે કે, બેટને અકઠો કરવાનો સમય છે…હજુ થોડી વધુ પણ જરૂર છે. આ પોસ્ટ પર વિરાટ કોહલીએ મજા લેતા લખ્યું છે કે, તમારે મારી પાસેથી એક બેટ જોઈએ છે? સાથે જ વિરાટે ઈમોજી પણ બનાવી છે. જવાબમાં વોર્નરે લખ્યું છે કે, જેમ કે મેં કહ્યું હતું કે, માત્ર એક જ જોઈએ છે.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી હાલમાં ટીમ ઈન્ડીયાની સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે અને T-20 સીરિઝ રમી રહ્યા છે. જ્યારે કે, ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયામાં છે. આ બંનેની ટીમ વચ્ચે થોડા સમય પહેલા જ વન-ડે સીરિઝ રમાવામાં આવી હતી, જે ભારતની યજમાનીમાં રમવામાં આવી હતી.

Indian Cricket team

આ સીરિઝની પ્રથમ મેચમાં વાનખેડેમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હાર મળી હતી, પરંતુ ત્યારબાદ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમે પરત ફરી જોરદાર એન્ટ્રી કરી બંને મેચ જીતવાની સાથે 3 મેચની સીરિઝને 2-1થી જીતી લીધી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસાકસીનો જંગ: આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો, સાઉધમ્પટનમાં બપોરે 3-00થી મેચનો પ્રારંભ

pratik shah

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!