GSTV
Ahmedabad Trending ગુજરાત

વિકાસ ધોવાયો / ઘુંટણ સુધી કાદવમાંથી પસાર થાય છે ગુજરાતનું ‘ભવિષ્ય’, અનેક રજૂઆતો છતાય નથી બન્યા રસ્તા

કાદવ

એક તરફ આપણે ત્યાં વિકાસના ઢોલ પીટવામાં આવે છે બીજી તરફ વિરમગામ તાલુકાના વાસણ ગામે ઘુંટણસુધી પગ ખૂંચી જાય તેવા કાદવ કિચડમાં ભવિષ્યસમા બાળકો સ્કૂલે જેવા મજબૂર બનેલા છે. વાસણ ગામે કાદવ કીચડનું એટલી હદે સામ્રાજય જોવા મળી રહ્યું છેકે બાળકો, મહિલાઓ વૃદ્ધો સૌ કોઇ પરેશાન છે. અહીંની પંચાયતની એટલી ઘોર બેદરકારી છે કે આવી વિકટ પરિસ્થિતી હોવા છતા પંચાયત દ્વારા ન તો કોઇ સાફ સફાઇ કરવામાં આવી રહી છે કે ન તો યોગ્ય રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.

કાદવ

વિરમગામ તાલુકાના વાસણ ગામે ઠાકોર વાસમાં જવાનો રસ્તો કાચો અને બિસ્માર હાલતમાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ થતાની સાથે જ કાદવ કીચડ અને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. સામાન્ય વરસાદ થતાની સાથે વાસણ ગામે રસ્તે જતા બાળકોને દરરોજ ઢીંચણસમા કાદવ કીચડમાં સ્કૂલે જવા માટે મજબુર બનવું પડે છે.

બાળકોના સ્કૂલે જતા કપડાં ખરાબ થાય છે, સ્કુલબેગ ખરાબ થાય છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ઘણા સમયથી ગ્રામ પંચાયત અને સરપંચને વારંવાર રજૂઆત કરી છે. ઘણા વર્ષોથી આ રસ્તો બીસ્માર છે અને પાણી પણ સતત ભરાઈ રહે છે. પરંતુ પંચાયત દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. રસ્તો પણ બનાવવામાં આવતો નથી. જેથી સ્થાનિક લોકોનું કહેવું છે કે ઝડપથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તો બાળકોને સ્કૂલે જવામાં સરળતા રહે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah

૧ કરોડથી વધુ અને ૫૦ કરોડથી ઓછું રોકાણકારોને ગેરલાભ, MSME પોલીસીની જાહેરાતથી ઉદ્યોગો કેપિટલ સબસિડીથી રહેશે વંચિત

pratikshah
GSTV