વર્ષ-2000માં બનાસકાંઠા પાલનપુર લૂંટના આરોપીને પાસાની સજા હેઠળ તેને જામનગરથી પાલનપુર સેશન્સ કોર્ટ મુદત પુર્ણ કરી જામનગર પરત જેલમાં લઇ જતા હતા ત્યારે વિરમગામ નજીક છારોડી રેલવે સ્ટેશન નજીક પોલીસને ઘક્કો મારી ટ્રેનમાંથી કુદકો મારી આરોપી ભાગી ગયો હતો. જે ૨૦ વર્ષથી નાસ્તો ફરતા પાસાના આરોપીને આખરે વિરમગામ રેલવે પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડયો છે.
દુકાનધારકે ઉધારમાં લસ્સી આપવાની ના પાડતા આપી ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી
કડીમાં મોરલી કોલ્ડ્રીંક્સ નામની દુકાનધારક પિંકલ પ્રજાપતિએ ASIએ મોકલેલ માણસને ઉધાર લસ્સીનો ઇન્કાર કરીને જૂનું ઉધાર માંગતા પોલીસે લોકડાઉનના ભંગ જેવા ગુન્હામાં ખોટી રીતે સંડોવી દેવાની ધમકી આપી હતી. જેથી દુકાનદારે ડી.જી.પી.,રેન્જ આઈજી સહીત ઉચ્ચ કક્ષાએ પત્ર લખી તેને ન્યાય અપાવવા માંગ કરી છે. દુકાનદારે કરેલા આક્ષેપ મુજબ પોલીસ કર્મચારીઓએ સિવિલ ડ્રેસમાં આવી દુકાનદારે માસ્ક પહેરેલ હતું. સેનેટાઈઝર રાખેલ હોવા છતાં ઉધાર નહીં આપ્યું હોવાની અદાવત રાખી વેપારીની ખોટી રીતે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરી ન્યાય અપાવવા અરજ કરી છે. તો વેપારીએ સીસીટીવી પણ રજૂ કર્યા છે.
READ ALSO
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ
- પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર
- નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી