GSTV
Home » News » વાયુ વાવાઝોડા વચ્ચે વિરમગામ APMCની સામે આવી બેદરકારી

વાયુ વાવાઝોડા વચ્ચે વિરમગામ APMCની સામે આવી બેદરકારી

ગુજરાતમાં વાયુનો ભય દૂર થયો છે. ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે વાયુ વાવાઝોડું વેરાવળ, પોરબંદર અને દ્વારકાને ટચ કરીને ઓમાન તરફ દરિયામાં ફંટાઇ જશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ભારે પવન સાથે અતિ ભારે વરસાદનો સામનો ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં કરવો પડશે. તેમ છતાં વિરમગામ એપીએમસી ખાતે વાયુ વાવાઝોડાને લઈને અપૂરતા પગલા સામે આવ્યા છે.

જીએસટીવીની ટીમ દ્વારા વિરમગામ એપીએમસી ખાતે ખેડૂતો વેપારીઓના અનાજના જથ્થાની શું સ્થિતિ છે. તે બાબતે તપાસ કરતા એપીએમસી ખાતે આજે પણ ઘઉં અને એરંડાની ખરીદી થઇ હોવાનું સામે આવ્યું છે.

જ્યારે ઘઉંનો જથ્થો ખુલ્લામાં પડી રહ્યો હોવાનું સામે આવ્યું હતુ. એપીએમસીના શેડ સહિત વેપારીઓના અનાજ ભરેલા બારદાન માત્ર શેડ નીચે મૂકી સંતોષ માનવામાં આવી રહ્યો છે. કૃષિ પેદાશો ભારે વરસાદ વાવાઝોડામાં પલળી શકે છે.

READ ALSO

Related posts

ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની તૈયારીઓ તેજ, બોમ્બે હાઈકોર્ટે મેડિકલ રિપોર્ટ માંગ્યો

Mansi Patel

‘માટલું અહિં છે, પાણી ક્યાં છે?’ તમિલનાડુમાં જળ સંકટ ઘેરૂ બન્યું, જેલભરો આંદોલનની તૈયારી

Riyaz Parmar

સાંસદ મુલાયમ સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં થયા દાખલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!