GSTV

શહેરથી 15 કિમીના દાયરામાં હેલ્મેટ પહેરવાથી મળશે મુક્તિ, જાણો શું છે Whatsapp પર વાયરલ આ મેસેજની હકીકત

કોરોના મહામારીની વચ્ચે સોશિયલ મીડિયા પર જુદા-જુદા સમાચારો વાયરલ થઈ રહ્યા છે. જે ખબરો ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છેકે, કયાં સમાચાર સાચા છે અને ક્યાં ખોટા છે. કંઈક એનો જ મેસેજ Whatsapp પર વાયરલ થયો છે. જે મેસેજમાં દાવો કરવામાં આવ્યો છેકે, હવે શહેરથી 15 કિમીનાં દાયરાની અંદર વાહન ચાલકોએ હેલમેટ પહેરવું અનિવાર્ય નહીં રહે.

વ્હોટ્સએપ પર વાયરલ થયેલા મેસેજમાં સાગરકુમાર જૈન નામના વ્યક્તિની પિટિશનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હવે પાલિકાના 15 કિલોમીટર અથવા નગરપંચાયતમાં હેલ્મેટ પહેરવાનું ફરજિયાત રહેશે નહીં. વાયરલ સંદેશમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ ટ્રાફિક પોલીસ કે પોલીસ જવાન હેલ્મેટ ન પહેરવા વિશે પૂછે તો જવાબ આપો કે હું નગરપાલિકા કે નગરપંચાયતની હદમાં છું. કારણ કે હવે શહેરના 15 કિમી ત્રિજ્યામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. જ્યારે, આ સમાચારની તપાસ કર્યા પછી, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) ને બનાવટી અને ખોટી ગણાવી છે. આ સાથે, દરેકને હેલ્મેટ પહેરવાનું કહેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે 1 સપ્ટેમ્બર 2019 થી લાગુ મોટર સુધારણા કાયદા હેઠળ, દરેકને ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. જો બાઇક સવાર આ નિયમનું પાલન નહીં કરે અને તે પકડાશે તો તેને એક હજાર રૂપિયા દંડ ભરવો પડશે. દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવા, અને ઇમરજન્સી વાહનને સાઈડ ન આપવાના નવા સુધારામાં દસ હજારનો દંડ, જેલ અથવા બંને થઈ શકે છે.

READ ALSO

Related posts

બેરોજગારોનો વિરોધ મોદીના જન્મદિવસની ઉજવણીને કલંકીત કરી ગયો, મોદી કરતાં 8 ગણો વધારે મળ્યો રિસ્પોન્સ

Ankita Trada

મોદીની ટીકાઓ કરવી હવે પડી ભારે, ભાજપના શાસનમાં જ ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શૌરી સામે નોંધાયો કેસ

Bansari

શું તમે તો ટીન્ડર એપનો ઉપયોગ નથી કરતા ને, કરો છો તો ચેતી જજો નહી તો ફસાઈ જશો હનીટ્રેપમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!