GSTV

VIDEO: બોસે સેલરી આપવાની ના પાડી દેતા કર્મચારી વિફર્યો, JCB લઈને ગાડીઓના છોત્તરા ફાડી નાખ્યા

Last Updated on September 16, 2021 by Pravin Makwana

સોશિયલ મીડિયાની દુનિયામાં કેટલાય એવા વીડિયો છે, જે રાતોરાત વાયરલ થઈ જતાં હોય છે. તેમાંથી અમુક વીડિયો આપને વારંવાર જોવાનું મન થતું હોય તેવા પણ છે. જ્યારે અમુક એવા હોય છે, જેને જોયા બાદ આપને લાગે કે, હકીકતમાં શું આવુ હોઈ શકે ખરાં. હાલમાં જ સો. મીડિયા પર એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ જેસીબીથી મોટી મોટી ગાડીઓના ભુક્કા બોલાવતો હોવાનું જોઈ શકાય છે. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ તે માનતો નથી.

આ વાયરલ વીડિયોની ક્લિપમાં આપ જોઈ શકો છો કે, એક શખ્સ જેસીબી મશીનની મદદથી મેદાનમાં રહેલા ડમ્પર અને ટ્રકને એક એક કરીને બરબાદ કરી રહ્યો છે. ત્યાં લાઈનમાં રાખેલા ટ્રક પર એક એક કરીને બુલડોઝર ફેરવી રહ્યો છે. આ દરમિયાન તેની આવી હરકતને જોઈને બાકીના લોકો પણ આમતેમ ભાગવા લાગે છે. ઘણી વાર સુધી આવુ ચાલતુ રહ્યું. બાદમાં હાજર લોકો જેસીબીમાં ઘુસીને આ શખ્સને પકડી પાડે છે.

આ વીડિયો ક્યાંનો છે અને શા માટે આવુ કરી રહ્યો છે, તેના વિશેની કોઈ જાણકારી મળી નથી. જો કે, જે ટ્વિટર અકાઉન્ટ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, તેના કેપ્શનમાં લખ્યુ છે કે, બોસ તરફથી સેલરી ન મળવાના કારણે કંટાળેલા એક કર્મચારીએ આ પ્રકારની હરકત કરી છે.

આ વાયરલ વીડિયો @CrazyFunnyVidzz નામના ટ્વિટર હેંડલ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સે કેપ્શનમાં લખ્યુ છે કે, જ્યાં આપને બોસ સેલરી આપવાથી ના પાડી દે. વીડિયો અપલોડ થયા બાદ એક કલાકમાં જ તેને 12 હજારથી વધારે વ્યૂઝ મળી ચુક્યા હતા. તો વળી સેંકડો લોકો તેને લાઈક પણ કરી રહ્યા છે.લોકો આ વીડિયો પર અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!