GSTV
Home » News » વડોદરા : પ્રાથમિક શાળાના ચાર બાળકોના કપડાં કઢાવી સોટી માર્યાનો વીડિયો વાઈરલ

વડોદરા : પ્રાથમિક શાળાના ચાર બાળકોના કપડાં કઢાવી સોટી માર્યાનો વીડિયો વાઈરલ

સંસ્કાર નગરી વડોદરામાં શિક્ષણ તંત્ર પર કલંક લાગે તેવો વીડિયો વાયરલ થયો છે. પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા ચાર નાના બાળકોને શિક્ષકે કપડા કઢાવી સોટીથી માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વડોદરાના દત્તેશ્વર રોડ પર આવેલી સરસ્વતી સ્કુલનો હોવાનો મનાય છે. અને આ વીડિયો સ્કુલના જ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

અગાઉ પણ આ જ શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ બીજા માળેથી ભૂસકો માર્યા હોવાની ઘટનાથી ચકચાર મચી છે. ચાર નાના બાળકોના કપડા કઢાવી સજા કરવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે. આ પ્રકારનું વર્તન બાળ માનસિકતા પર કેવી અસર કરશે તે એક સવાલ છે સ્કુલ ની શિક્ષિકા કયા કારણોને લઈ બાળકોના કપડા ઉતરાવ્યા તે પણ એક સવાલ છે. જોકે આ મામલે શાળા સંચાલકો દ્વારા શિક્ષિકા સામે કોઈ જ પગલાં ભરવા માં આવ્યા નથી. જે ચર્ચા નો વિષય છે.

READ ALSO

Related posts

ભચાઉ કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા જતા પાણીમાં થયા ગરકાવ

Kaushik Bavishi

સુરતના ઓલપાડમાં પિતાની માત્ર 100 રૂપિયા માટે હત્યા, આ પહેલા પણ….

Kaushik Bavishi

જામનગરની જીવાદોરી એવા ત્રણે ડેમ ખાલી, આગામી સમયમાં આવશે જળ સંકટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!