દુનિયામાં એવું એકેય કામ નથી જે આપણે સાધના દ્વારા કરી શકીએ નહીં. દુનિયાભરમાં યોગ ખૂબ પ્રચલિત બન્યા છે. આપણી આસપાસ એવા કેટલાય લોકો છે જે નિયમીત રીતે યોગા કરતા હોય છે. જેનાથી મોટી મોટી બિમારીઓ પણ ભાગી જતી હોય છે. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં છોકરી જે રીતે યોગા કરી રહી છે, તે જોઈને આપની આંખો પહોંળી થઈ જશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો યોગનો વીડિયો
દેશમાં યોગનું મહત્વ હવે ધીમે ધીમે લોકોને સમજાઈ રહ્યુ છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ પોતાની લાઈફ સ્ટાઈલમાં યોગાને સ્થાન આપી રહ્યા છે. આઈપીએસ ઓફિસર દીપાંશુ કાબરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં છોકરી ગજબના યોગ કરી રહી છે.
#योगाभ्यास से इस बच्ची ने अपने शरीर को इतना फ्लेक्सिबल बनाया है कि बहुतों के लिए आँखों से देखने के बाद भी विश्वास करना मुश्किल है…
— Dipanshu Kabra (@ipskabra) February 24, 2021
मानव शरीर की हदें असीमित हैं. इसे जानने-समझने के लिए "योग-साधना की शिक्षा" हमारे बुजुर्गों ने हमें विरासत में दी है.#yoga #FitIndia #fitness. pic.twitter.com/sW8XavEb8l
યોગથી જીત્યા સૌ કોઈના દિલ
આ છોકરીના યોગ જોઈને મોટા મોટા લોકો અને યોગ ગુરૂ તેનાથી અભિભૂત થઈ ગયા છે. હકીકતમાં જોઈએ તો, આ છોકરી યોગ સાધનાથી પોતાના શરીરને એટલુ ફ્લેક્સિબલ બનાવી લીધુ છે કે, ગમે તે રીતે ગમે તેમ વાળી શકે છે.
કમેન્ટસમાં થઈ રહ્યા છે ભરપૂર વખાણ
સોશિયલ મીડિયા પર લોકો આ છોકરીના વખાણ કરી રહ્યા છે. લોકોને તેનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. સાથે જ લોકો આ વીડિયોમાં કમેન્ટમાં યોગથી થતાં ફાયદા પણ જણાવે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 15000 લોકો જોઈ ચુક્યા છે.
READ ALSO
- બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ
- કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ
- લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ
- વડોદરા: રેમડિસીવીર ઈંજેક્શનના કાળાબજાર કરતા આયુર્વેદિક ડોક્ટરની થઈ ધરપકડ
- રશિયા બનશે વધું મજબૂત: માનવરહિત ઉભા કરી રહ્યુ છે ટેંક, અમેરિકા સુધી કરી શકે છે હુમલાઓ
