GSTV

Viral Video / કાદવથી બચવા માટે મહિલાનો ગજબનો આઇડિયા: તરત વાહન ચાલકે સ્પીડ ઓછી કરી, એકવાર વીડિયો જરૂર જુઓ

સોશિયલ મીડિયા પર મજેદાર વીડિયો જોવા મળે છે. ઘણા વીડિયો એવા હોય છે, જેને જોઇ હસી નથી રોકી શકતા, તો કેટલાકને જોઇ આશ્ચર્યચકિત થઇ જવાય છે, જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઇ ચર્ચા શરૂ થઇ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે અને યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે ચોમાસામાં રસ્તા પર પાણી થઇ જાય છે. એવામાં વાહનચાલક રસ્તા પરથી ઝડપથી નિકળે છે, તો રસ્તા પર ચાલતા લોકો કાદવથી ભીના થઇ જાય છે. આ ઘટના તમારી સાથે પણ કદાચ બની હશે. જો રસ્તા પરના કાદવથી બચવું છે, તો એકવાર આ મહિલાનો જુગાડ જોઇ લો…

વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક યુવતી કાદવ ભરેલા રસ્તાની બાજુમાં ચાલી રહી છે, ત્યારે તેની સામે એક કાર ઝડપથી આવી રહી હોય છે. ત્યારબાદ મહિલા જમીન પરથી તરત પથ્થરને હાથમાં લઇ લે છે. તેને જોઇ કારચાલક એની જાતે જ સ્પીડ ઓછી કરી ત્યાંથી નિકળે છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જેના કારણે ઘણા લોકોએ આ અંગે રમુજી કોમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું કે આ અલ્ટિમેટ સેલ્ફ ડિફેન્સ છે. અન્ય યુઝર્સે લખ્યું કે વરસાદના દિવસોમાં તમારી જાતને બચાવવાનો આ સરળ રસ્તો છે! ઉપરાંત અન્ય ઘણા યુઝર્સે આ વિડિઓને જુદી જુદી રીતે વખાણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ મજેદાર ક્લિપ આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ 16 જુલાઈએ ટ્વિટર પર શેર કરી છે. જેની સાથે તેમણે કેપ્શન લખ્યું હતું કે કોમન સેન્સ એ તમારા બચાવનો સરળ ઉપાય!.

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!