GSTV

વાઇરલ વિડીયો / વિશાળ અજગરને ગળામાં લપેટીને કેમેરા પર મસ્તી કરતી જોવા મળી એક મહિલા, લોકોએ કહ્યું – She is Crazy

Last Updated on October 21, 2021 by Vishvesh Dave

સામાન્ય રીતે અજગરને જોતા જ અમુક લોકોની હવા ટાઈટ થઈ જતી હોય છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા અજગરને ગળામાં લપેટીને મસ્તી કરી રહી છે. નવાઈની વાત તો એ છે કે આ દરમિયાન અજગર આ મહિલા પર હુમલો પણ કરતો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમે પણ ચોંકી જશો.

विशालकाय अजगर गले में लपेटकर कैमरे पर मस्ती करती दिखी महिला, लोग बोले- She is Crazy

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બિલ્ડિંગની બહાર એક મહિલા અજગરને ગળામાં લપેટતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેના ગળામાં વિંટાયેલો અજગર કેટલો વિશાળ અને ખતરનાક લાગે છે.

પરંતુ આ મહિલા તેનાથી જરા પણ ડરતી નથી. તે તેની સાથે મસ્તી કરતી જોવા મળે છે. અજગરને જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ આ મહિલાને જોઈને લાગી રહ્યુ છે કે તેને જરા પણ ડર લાગી રહ્યો નથી.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર royal_pythons_નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે મેં ક્યારેય આટલો ખુબસુરત અજગર જોયો નથી. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે આ મહિલાનું પાગલપન છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

ALSO READ

Related posts

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari

Sovereign gold bond scheme : આજથી ખુલી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પરંતુ શું તમે જાણો છો તેના ફાયદા, અહીં જાણો બધું

Vishvesh Dave

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!