GSTV

વાઇરલ વિડીયો / આ યુવતીને ભૂત બનીને પ્રેન્ક કરવુ ભારે પડ્યુ ! ઊંધો પડી ગયો દાવ

Last Updated on September 27, 2021 by Vishvesh Dave

ઈન્ટરનેટ પર પ્રેન્ક વીડિયો લોકોને ખૂબ પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રેન્ક વીડિયો જોઈને કેટલીકવાર ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયોમાં લોકોની હરકત જોઈને આશ્ચર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી ભુત બનીને પ્રેન્ક કરી રહી છે. પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે, જે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતીને ભુત બનીને મજાક કરવી ભારે પડી જાય છે. આ યુવતી ભુત બનીને તેના મિત્રો સાથે મજાક કરી રહી છે, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ કે તેની મજાક તેની પર જ ભારે પડી જાય છે અને તે જોઈને લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી ભૂત બનીને લિફ્ટની નજીક આવતા લોકોને ડરાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાંથી પસાર થતાં લોકો તેને જોઈને ગભરાઈ જાય છે. પરંતુ અંતે તેનો એક મિત્ર આવે છે અને તેને ધક્કો મારે છે. જેના કારણે તે ઠોકર ખાઈને પડી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર siraaaposts નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે હસી હસીને મારા પેટમાં દુખી ગયુ.જ્યારે અન્ય યુઝર્સે લખ્યુ કે આ યુવતી હવે પ્રેન્ક કરતા પહેલા 100 વાર વિચાર કરશે. અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

ALSO READ

Related posts

Diwali 2021/ દિવાળી પર કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!