GSTV

વાઇરલ વિડીયો / બાળકે પિઝા જોઈ આપ્યું ક્યૂટ રિએક્શન, વીડિયો જોઈ, લોકોએ કહ્યું – ‘કેટલું ક્યૂટ છે આ બેબી’

Last Updated on September 13, 2021 by Pritesh Mehta

બાળકોના રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. બાળકોના વીડિયોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમની નિર્દોષતા લોકોના દિલ જીતી લે છે. જેના કારણે લોકો આ આકર્ષક વીડિયોને તેમના ફોન અને લેપટોપમાં સાચવે છે. અત્યારે ઇન્ટરનેટ પર એક બાળકનો ખૂબ જ સુંદર વીડિયો સામે આવ્યો છે. આ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા ખુશ છે. વિડીયોમાં બાળકની અભિવ્યક્તિ ખરેખર જોવા જેવી છે.

ઘણીવાર જ્યારે પિઝા ઘરમાં આવે છે, ત્યારે પરિવારના સભ્યો તેને જોઈને ખૂબ ખુશ થાય છે. ખાસ કરીને નાના બાળકોની પ્રતિક્રિયા. તાજેતરમાં, એક બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકે પિઝા જોયા બાદ ખૂબ જ સુંદર પ્રતિક્રિયા આપી હતી. જે જોયા પછી તમે પણ કહેશો, ‘ખૂબ જ સુંદર.’

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેના પિતા બાળકની સામે પિઝા ખોલે છે. પીત્ઝા જોઈને બાળક ખૂબ ખુશ થાય છે અને પછી તે ઉત્તેજનામાં ખૂબ જ સુંદર પ્રતિક્રિયા આપે છે. જે જોઈને તમારો દિવસ પણ સારો બની જશે.

જુઓ આ વિડિઓ

આ ક્યૂટ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વિડીયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે કહ્યું, ‘બાળકની અભિવ્યક્તિ ખરેખર સુંદર છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બાળક કેટલું ક્યૂટ છે, મને આ વીડિયો વારંવાર જોવાનું મન થાય છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી અને બાળકની પ્રશંસા કરી.

GoodNewsMovement નામના પેજ દ્વારા આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 9 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે.

ALSO READ:

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!