GSTV
Gujarat Government Advertisement

VIDEO: જીજાજીના પગરખા ચોરવામાં અંદરોઅંદર સાળીઓએ બઘડાટી બોલાવી, હસી હસીને લોટપોટ થઈ જશો

Last Updated on June 8, 2021 by Pravin Makwana

સોશિયલ મીડિયા આજકાલ એવુ માધ્યમ બની ગયુ છે, જ્યાં લોકો એકથી એક ચડિયાતા વીડિયો શેર કરતા હોય છે. તેમાં અમુક વીડિયો હસાવતા પણ હોય છે. જ્યારે અમુક ને જોઈને હેરાન થઈ જવાય છે. હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને આપ હસીહસીને લોટપોટ થઈ જશો.

એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે, લગ્નમાં એવી કેટલીય પ્રવૃતિ હોય છે. જેને જોઈને આપણને ઘણી વાર નવાઈ લાગે, હસવુ આવે. વર વધુ ઘણી વાર એવુ કંઈક કરી નાખતા હોય છે, જેના કારણે હસવુ આવી જાય. એટલુ જ નહીં સોશિયલ મીડિયા પર પણ તેમના વીડિયો વાયરલ થઈ જતાં હોય છે. આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. મોટા ભાગે આપણે લગ્નમાં જોતા હોઈએ છીએ કે, વરરાજના પગરખા સાળીઓ લઈ જતી હોય છે અને પછી બાદમાં મોટી ડિમાન્ડ કરતા હોય છે, આ આપણી પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

તેમ છતાં કેટલાક જીજાઓ તેમની સાળીઓની માંગણી પૂર્ણ કરે છે, ઘણી વખત સાળીઓ તેમનું કામ થોડી વારમાં પતાવી દેતી હોય છે, પરંતુ કન્યાની બહેન તેની માંગણીથી પીછેહઠ કરતી નથી. જો કે આ ધાર્મિક વિધિ ખૂબ જ જૂની છે, પરંતુ લગ્નજીવનમાં ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે સાળીઓ તેમના જીજાના જૂતાની ચોરી કરવામાં નિષ્ફળ જાય છે. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન સમારોહ પૂરો કર્યા પછી વરરાજા ઊભો છે, પરંતુ પછી અચાનક કેટલીક સાળીઓ તેમના જીજા પાસે પહોંચી જાય છે અને તેની પાસેથી પગરખાં ચોરવાને બદલે તેમના પગમાંથી જ જૂતા ખેંચી લેવા માટે સાળીઓમાં હોડ લાગી હતી. જો કે મહામહેનતે જ્યારે પગરખાં હાથમાં આવે છે, ત્યારે સાળીઓ એકબીજા સાથે જૂતા લેવા માટે રીતસરના બાખડી પડે છે. આ દરમિયાન, વરરાજાના મિત્રો અને ભાઈઓ પણ પગરખાંને છીનવી લેતાં બચાવવાનું શરૂ કરે છે.

લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે આ વિડિઓ પર તેમની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કહ્યું કે આવી લડત જોવી ખૂબ જ વિચિત્ર વાત છે જ્યારે બીજાએ લખ્યું છે કે આ દૃશ્ય ખરેખર જોવાલાયક છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!