GSTV
Home » News » પાકિસ્તાની સૈનિકને પોતાનો જોશ બતાવવો પડ્યો ભારે, વીડિયો થયો વાયરલ

પાકિસ્તાની સૈનિકને પોતાનો જોશ બતાવવો પડ્યો ભારે, વીડિયો થયો વાયરલ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ અનોખા છે તે વાતને આખી દુનિયાએ સ્વીકારી લીધી છે, મતલબ કે વારંવાર માર ખાધા બાદ એ ખબર નથી પડતી કે તેની અંદર આટલો જોશ ક્યાંથી આવે છે કે તે ભારતને હરાવવાનું સપનું જોવા લાગે છે. આમ તો દરેક મુદ્દે માર ખાનાર પાકિસ્તાનને હવે પંજાબમાં અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ કાર્યક્રમ દરમિયાન પણ અપમાનનો સામનો કરવો પડ્યો હતો. અહીંના રિટ્રીટ કાર્યક્રમમાં પાકિસ્તાની સૈનિકને ઉત્સાહ દર્શાવવો મોંઘો પડ્યો હતો.

ખરેખર, બીટિંગ રીટ્રીટ દરમિયાન પાકિસ્તાની સૈનિક ઉત્સાહમાં હોશ ખોઈ બેઠો. જેના કારણે તેની પાઘડી નીચે પડી ગઈ. આ પછી નજીકમાં ઉભેલા અન્ય એક પાકિસ્તાની સૈનિકે તેને સંભાળી લીધો અને તેને જમીન પર પડતા બચાવી લીધો. જો કે તાજેતરમાં યુએનમાં પાકિસ્તાનની પાઘડી ઉછળી ગઈ હતી. જ્યાં ચીન ઈચ્છતુ હતુ પણ તેને બચાવી શક્યું નહીં.

આ ઘટનાને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યોં છે. તમને જણાવી દઈએ કે અટારી-વાઘા સરહદ પર બીટિંગ રીટ્રીટ કાર્યક્રમ જોવા માટે હજારો લોકો બંને દેશોમાંથી આવે છે. સરહદની બંને બાજુ લાઉડ સ્પીકરો ઉપર દેશભક્તિના ગીતો વગાડવામાં આવે છે. લોકો તેમના દેશોના સમર્થનમાં નારા લગાવતા રહે છે.

આ વીડિયો પર ટ્વિટર પર લોકો કહે છે કે કાશ્મીર તેમની પાસેથી લેવામાં આવતું નથી, તેમના દ્વારા અર્થતંત્રનું સંચાલન થતું નથી, તેમને પૈસા કોઈ આપતા નથી,  જો મેચ તેમનાથી જીતાતી નથ તો ભાઈ તેને અલગ દેશ શું અપમાન કરવા માટે બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાની સૈનિકનો આ વીડિયો વાયરલ થયા પછી તે પાકિસ્તાની ટીવી ચેનલો પર પણ બતાવાયો હતો. વીડિયો ક્યારે રેકોર્ડ થયો તેની કોઈ માહિતી નથી.

READ ALSO

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!