હાલ વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચે જબરદસ્ત લડાઈ ચાલી હતી. આ અંગે ટ્વિટર પર #MonkeyVsDog જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. વાંદરા અને કૂતરા વચ્ચેના આ ગેંગ વોર પછી લોકો ટ્વિટર પર ફની મીમ્સ શેર કરી રહ્યા છે. આના પર ઘણા લોકો ફની રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પરંતુ આ બધાની વચ્ચે વાંદરો અને કૂતરાનો એક ફની વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય છે, જેને જોઈને તમે પણ ખૂબ હસવા લાગશો.
મિત્રતા ક્યારેય રંગ, રૂપ, દેખાવ કે જાતિ જોઈને નથી થતી. બસ થઈ જાય છે. કદાચ એટલે જ આ સંબંધને વિશેષ ગણાવ્યો છે. જે પ્રેમ અને વિશ્વાસના પાયા પર આધારિત છે. તમે મિત્રતાની આવી ઘણી વાતો સાંભળી હશે. તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કૂતરો અને તેનો મિત્ર વાંદરો મળીને દુકાનમાં ચોરી કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાનર તેના મિત્ર કૂતરાની પીઠ પર બેઠો છે અને કૂતરો તેને પાનના ગલ્લા પર લઈ જાય છે. જ્યાં પહોંચ્યા પછી બંને ચિપ્સ ચોરવાનો પ્લાન બનાવે છે. જેના માટે વાંદરો કૂતરાની પીઠ પર ઉભા રહીને ચિપ્સ લેવાની કોશિશ કરે છે પરંતુ તે પહેલીવાર સફળ થતો નથી, ત્યારે બાદ તે એવી પ્રતિક્રિયા આપે છે કે જાણે તેણે કશું જ કર્યું નથી! ત્યાં હાજર કોઈએ આ વીડિયો કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ફની વીડિયોને naughty.raa નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 10 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. મોટાભાગના યુઝર્સ આ વીડિયો પર લવ અને ફાયર ઈમોજી રિએક્શન મોકલી રહ્યા છે. ત્યારે ઘણા યુઝર્સ આ મિત્રતાને ખૂબ જ પ્રેમાળ મિત્રતા કહી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘આ બંનેની મિત્રતા જોઈને મને મારો બાળપણનો મિત્ર યાદ આવી ગયો.’ જ્યારે અન્યએ લખ્યું, ‘આ મિત્રતાને મારા હૃદયથી સલામ છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયોનું કેપ્શન partner in crime હોવું જોઈએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ
- Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ
- ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ