GSTV

VIDEO: ચાલુ વરસાદમાં આ ભાઈ ધોની સ્ટાઈલમાં મારવાનો હતો હેલીકોપ્ટર શોટ, થયું એવુ કે હવે નામ નહીં લે રમવાનું

Last Updated on June 17, 2021 by Pravin Makwana

હાલ કેટલીય જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લોકો પોત-પોતાની રીતે તેને એન્જોય કરી રહ્યા છે. અમુક લોકો વરસાદ જોઈને પલળવા નિકળી પડતા હોય છે.જ્યારે અમુક ભજીયા અને ગરમાગરમ ચાની ચુસ્કી માણવા લાગતા હોય છે. ત્યારે હાલમાં જ એક આવો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને આપને પણ નાનપણની યાદ આવી જશે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક શખ્સ ક્રિકેટ રમી રહ્યો છે. પણ આ દરમિયાન તેની સાથે જે થઈ રહ્યુ છે, તે જોઈને આપનું હાસ્ય રોકી શકશો નહીં.

આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, વરસાદમાં અમુક લોકો ક્રિકેટ રમી રહ્યા છે. આ દરમિયાન બેટીંગ કરી રહેલો શખ્સ જોશ સાથે ધોની સ્ટાઈલમાં હેલિકોપ્ટર શોટ મારી રહ્યો છે. જો કે, એક બાજૂ વરસાદ અને બેટ ફેરવવાની સ્પિડ એટલી વધી ગઈ કે, આ ભાઈ ધડામ દઈને જમીન પર પટકાયો હતો. આ ભાઈ શોટ મારતી વખતે એ ભૂલી ગયો હતો કે, ઉપરથી વરસાદ પણ ચાલુ છે. આ વીડિયો જોઈને આપ હસી હસીને લોટપોટ થઈ જશો.

READ ALSO

Related posts

વિવાદાસ્પદ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદો ખતમ કરવાનો નિર્ણય, બિલને કેબિનેટની મંજૂરી

Damini Patel

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!