GSTV

વાયરલ વિડીયો / જાતે પાણી ચાલુ કરીને પોપટે લીધી નહાવાની મજા! સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો વિડીયો

Last Updated on November 28, 2021 by Vishvesh Dave

કુદરતે બનાવેલી આ દુનિયામાં માત્ર માણસો જ નહીં પરંતુ બુદ્ધિશાળી પક્ષીઓ અને પ્રાણીઓ પણ છે. ઘણી વખત આ જીવો કંઈક એવું કરી નાખે છે કે માણસો પોતાનુ માથું ખંજવાડવા લાગે છે. જ્યારે પણ સમજદાર પક્ષીઓની વાત થાય છે, ત્યારે સૌથી પહેલું નામ આવે છે પોપટનું. આ જ કારણ છે કે આ પક્ષી મનુષ્યને સૌથી વધુ પ્રિય છે અને પોપટ પણ મનુષ્યની નજીક રહેવાનું પસંદ કરે છે, અને સમય જતાં તેઓ એ જ ભાષામાં બોલવાનું શરૂ કરે છે. હાલના દિવસોમાં પણ પોપટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમે પણ દંગ રહી જશો.

खुद पानी चलाकर तोते ने लिया नहाने का मजा! सोशल मीडिया पर वायरल हुआ वीडियो

આપણે બધા જાણીએ છીએ કે શિયાળો આવી ગયો છે અને લોકો નહાવાનું ટાળવા માટે અવનવા નુસખા અપનાવતા રહે છે. લોકો તમામ પ્રકારની જાદુગરી કરીને ગરમ પાણી મેળવે છે. પરંતુ આ દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. તે જોયા પછી, તમને ચોક્કસપણે નહાવાની પ્રેરણા મળશે કારણ કે એક પોપટ તમને પ્રેરણા આપવા આવ્યો છે, જે જાતે જ નળ ખોલીને સ્નાનનો આનંદ માણી રહ્યો છે.

જુઓ વિડીયો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોપટ રસોડાના સિંક પાસે ઊભો છે. એવું લાગે છે કે તેને નહાવામાં ખૂબ જ રસ છે અને તે જાતે જ સિંકનો નળ ખોલતો જોવા મળે છે. નળ ખોલ્યા પછી, તે તેના પગથી પાણીનું તાપમાન માપે છે અને પછી તેમાં સ્નાન કરવાનું શરૂ કરે છે. એટલામાં પાછળથી બીજા પોપટનો અવાજ આવે છે, જાણે તે બોલી રહ્યો હોય, ‘ભાઈ, મારે પણ નહાવું છે’. તે જ સમયે, વીડિયો બનાવતી મહિલા પાણી બચાવવા માટે પાણીની સ્પીડ ઓછી કરે છે, પરંતુ પોપટ પૂરપાટ ઝડપે નળ ખોલે છે.

26 સેકન્ડનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ ફની કમેન્ટ્સ દ્વારા આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. વીડિયો જોઈ રહેલા એક યુઝરે કહ્યું, પોપટ ખરેખર ઠંડા પાણીની મજા માણી રહ્યો છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘ભાઈ, હું પણ પહેલા આ જ રીતે પાણી ચેક કરું છું.’ અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું, આ વીડિયો જોયા પછી મને મારું બાળપણ યાદ આવી ગયું. આ સિવાય બીજા પણ ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરી છે.

ALSO READ

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!