GSTV

ડાંસ કરીને ડ્રાઈવર અને કંડક્ટરની નોકરી ખાઈ ગઈ આ યુવતી, DMRCએ પણ આપ્યો જોરદાર અંદાજમાં જવાબ

Last Updated on July 19, 2019 by Arohi

એક યુવતી સોશિયલ મીડિયા પર હિટ થવાના બનતા બધા જ પ્રયત્નો કરી રહી છે. સપના ચૌધરીને કોપી કરીને પોતાના વીડિયો બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે.

આ વીડિયોના સામે આવવાની સાથે જ દિલ્હી સરકારના સિસ્ટમ પર સવાલ ઉઠી રહ્યા છે. ટિક-ટોક વીડિયો બનાવવાના ચક્કમાં એક યુવતીએ DTCની બસને ડાંસનો મંચ બનાવી દીધો. દિલ્હીની આ યુવતી સપના ચૌધરીના ગીત ‘તેરી આંખ્યા કા યો કાજલ’ પર ડાંસ કરી રહી છે.

વીડિયોમાં ડાંસ સમયે બસ ખાલી હતી. આટલું જ નહીં વીડિયોમાં બસના ડ્રાઈવર અને કંડક્ટર પણ જોવા મળી રહ્યા છે. યુવતી બસની બહાર પણ ડાંસ કરી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ બસ ડ્રાઈવર પર કાર્યવાહી થઈ છે અને તેને સ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બસના માર્શલને ટ્રાંસફર કરી દેવામાં આવ્યો છે અને કંડક્ટર પાસે જવાબ માંગવામાં આવી રહ્યા છે.

મેટ્રોની તરફથી કરવામાં આવ્યું આવું ટ્વીટ

યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ મેટ્રોની અંદર ડાંસ કરતી એક યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ મેટ્રોએ જોરદાર પ્રતિક્રિયા આપી છે. ડીએમઆરસીએ મેટ્રોમાં ડાંસ કરવાનો ઈનકાર તો કર્યો પરંતુ ખૂબ અનોખા અંદાજમાં.

મેટ્રોની તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં ઉપર લખ્યું છે, ‘શું તમે દિલ્હી મેટ્રોમાં ટિક-ટોક વીડિયો બનાવી શકો છો? તેનો જવાબ આપતા નીચે દલેર મેહંદીનું GIF લગાવવામાં આવ્યું છે, જેમાં તે પોતાના ના ના ના ના ના રે ગીત પર ડાંસ કરી રહ્યા છે.’

Read Also

Related posts

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Pravin Makwana

હેલ્થ/ ગેસ નહીં આ કારણે પણ થાય છે પેટ ફુલવાની સમસ્યા, જાણો કેવી રીતે દૂર થશે આ પ્રોબ્લેમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!