GSTV
Trending Videos Viral Videos

Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી

જ્યારે તમે કોઈને ફોન કરો છો અને તે ફોન રિસીવ કરતા નથી, તો તમે જોયું હશે કે કોમ્પ્યુટર દ્વારા સેટ કરેલો IVR સંભળાય છે, જેમાં એક છોકરીકહે છે કે ‘તમે જેને ફોન કરો છો તે જવાબ નથી આપી રહ્યા, કૃપા કરીને થોડા સમય પછી ફરી પ્રયાસ કરો. સામાન્ય રીતે લોકો આ અવાજ સાંભળીને ફોન કાપી નાખે છે, પરંતુ શું તમે આ IVR સાંભળીને કોઈને ભડકતા જોયા છે? જી હા, આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દાદી કંઈક આવું જ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ખૂબ જ ફની છે, જેને જોયા પછી તમે લોટપોટ થઈ જશો.

IVR

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દાદીમાએ કોઈનો ફોન ડાયલ કર્યો છે, પરંતુ બીજી તરફથી કોઈ ફોન ઉપાડતું નથી. આવી સ્થિતિમાં, ફોનમાંથી એક IVR સંભળાય છે, જે કહે છે કે ‘તમે જેને ફોન કરી રહ્યાં છો તે જવાબ નથી આપી રહ્યો’. આ સાંભળીને દાદી ગુસ્સે થઈ જાય છે અને કહે છે, ‘તો પછી તું જવાબ કેમ આપે છો? અમે કૉલ કરીએ છીએ તેનાથી તને શું મતલબ છે? ભાઈ, તને શું અસર થઈ રહી છે, તે મને કહે. તમે વચ્ચે કેમ બોલે છે. તું વચ્ચે કેમ કૂદી પડે છે? હવે કહો કે આમાં IVRનો શું વાંક છે જે દાદી તેના પર વરસી પડે છે અને તેને મનભરીને સંભળાવે છે.

આ ફની વીડિયોને IPS ઓફિસર રાહુલ પ્રકાશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને ફની રીતે તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘ચેટબોટ ભાઈ, સાવધાન રહો, ભારત આવો, અમ્મા તને પણ નહિ છોડે’. લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘સુંદર ઘટના, દુનિયામાં ગમે તેટલો બદલાવ આવે, પરંતુ કેટલીક આદતો ક્યારેય બદલી શકાતી નથી!’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘વચ્ચે બોલનારને આ રીતે જ ઠપકો મળે છે’.

READ ALSO

Related posts

નવી સંસદ ભવનમાં અખંડ ભારતની તસવીર જોઈને પાક-નેપાળને મરચા લાગ્યા, આ નકશાને લીધે કંગાળ પાડોશી દેશ મુંઝવણમાં

Hina Vaja

કોણ હતા ઓશો, જાણો શું હતા પ્રેમ સંબંધો પર તેમના વિચારો

Siddhi Sheth

પિગમેન્ટેશન / હોઠની ઉપરના ભાગની કાળાશને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર છે શ્રેષ્ઠ

Drashti Joshi
GSTV