GSTV

VIDEO: દારૂના નશામાં ટલ્લી થયેલી આ મહિલાએ ગામ માથે લીધૂ, ક્લબમાં એન્ટ્રી ન મળતા મણ મણની જોખી

Last Updated on May 26, 2021 by Pravin Makwana

ઘણી વાર લોકો દારૂ પીધા બાદ અલગ જ દુનિયામાં વસવાટ કરતા હોય તેવું વર્તન કરવા લાગતા હોય છે. બરાબરાના રાજાપાટમાં આવી જતાં હોય છે. આજૂબાજૂની દુનિયા સાથે તેમને કંઈ લેવાદેવા હોતુ નથી, એ તો બસ પોતાની જ મસ્તીમાં લીન હોય છે. આવી એક ઘટના બ્રિટેનમાં ઘટી છે. જ્યાં એક મહિલા ટલ્લી થતાં ભારે હોબાળો મચાવ્યો હતો.

હકીકતમાં જોઈએ તો, 24 વર્ષિય શર્ના વોકર ખૂબ જ નશાની હાલતમાં બર્મિધમની એક નાઈટ ક્લબમાં પહોંચી હતી. જો કે, તેની આવી હાલતને જોતા ત્યાં રહેલા બાઉંસર ટ્રિસ્ટન પ્રાઈસે તેને ક્લબમાં એન્ટ્રી આપી નહોતી. જે બાદ આ મહિલાએ હોબાળો કર્યો હતો.

વોરચેસ્ટરની રહેવાલી શર્ના વોકર નાઈટ ક્લબમાં એન્ટ્રી નહીં મળતા હિંસક બની ગઈ હતી. તેણે ત્યાં હાજર બાઉંસર પ્રાઈસને ધક્કો માર્યો, તેની સાથે વંશિય ટિપ્પણી કરી અને ક્લબમાંથી દૂર જતાં જ ગાળો ભાંડવા લાગી હતી, બાદમાં તેના પર થૂંકી. બેગ ન મળતા બાઉંસર પર જોરથી બૂમ મારી બેગ શોધી લાવવા કહ્યું.

આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. તમામ લોકો આ મહિલાના દુર્વ્યવહારની ટીકા કરતા દેખાયા હતા. આ મામલે વેસ્ટ મિડલેંડ્સ પોલીસે કંફર્મ કર્યુ અને વોકરની ધરપકડ કરી લીધી. જો કે, પૂછપરછ બાદ તેને જામીન મળી ગયા હાલમાં આ હિંસક મામલાની તપાસ ચાલુ છે.

READ ALSO

Related posts

મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય

Vishvesh Dave

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!