કૂતરા અને વાંદરાની મિત્રતાનો વીડિયો તમારા વિકેન્ડ ને વધુ મનોરંજક બનાવશે. આ બે મિત્રોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક દુકાન પાસે આપણે જોઈ શકીએ છીએ કે વાંદરો ચિપ્સના પેકેટની ચોરી કરી રહ્યો છે અને તેનો મિત્ર આમાં તેની મદદ કરી રહ્યો છે. વાંદરાને કૂતરાની પીઠ પર ઊભો રાખીને દુકાનમાંથી ચિપ્સના પેકેટની ચોરી કરતો બતાવવામાં આવ્યો છે. આને Memes.bks દ્વારા ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન સાથે શેર કરવામાં આવ્યું છે કે કોણ કહે છે કે વાનર અને કૂતરો સારા મિત્રો નથી.

આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સને ખુશ કર્યા, જેમણે તેમની મિત્રતા વિશે ફની કૉમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, આ જોયા પછી મને મારો મિત્ર યાદ આવી ગયો. અન્ય યુઝરે ટીમવર્ક લખ્યું. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે પેરેલલ યુનિવર્સ સેન્કડ લેવલ પર લઈ ગયા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 2,500 થી વધુ લાઈક્સ અને 29,000 થી વધુ વ્યૂઝ મળ્યા છે.
The 🐒 trying to pick up a packet of chips with the help of 🐕 is the cutest thing you will watch today ❣️❣️. #goodmorning #dog #dogs #monkey #monkeys #animal #AnimalLovers #cute #lovable #adorable #friendship #bond #team pic.twitter.com/bkMAEU13NC
— Tarana Hussain (@hussain_tarana) May 8, 2022
પહેલાના જમાનામાં એવું કહેવામાં આવતું હતું કે કૂતરા અને વાંદરાઓ ક્યારેય મિત્ર બની શકતા નથી. પરંતુ સોશિયલ મીડિયાએ તેને ખોટું સાબિત કર્યું. આ પહેલા જંગલી વાંદરો અને કૂતરા પર સવારી કરતા એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ધ ડોડો દ્વારા યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો હતો. જેને 1 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન