GSTV
Gujarat Government Advertisement

વાઇરલ વિડિઓ / માસ્ક વિના ફરતું હતું બાળક, પોલીસકર્મીએ કર્યું કંઇક એવું, લોકોએ કહ્યું – લવ યુ પોલીસ

Last Updated on June 7, 2021 by Vishvesh Dave

કોરોનાવાયરસને કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને લોકોને બહાર જવા દેવાયા ન હતા. ફક્ત જરૂરી કામ માટે બહાર જવાની પરવાનગી આપવામાં આવી હતી. જો આ સમય દરમિયાન કોઈ કારણ વગર જઈ રહ્યું હોય, તો પોલીસ જવાનોને જવાબ આપવો પડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

પોલીસકર્મીએ બાળકને માસ્ક પહેરાવ્યું

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો એકદમ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકડાઉન દરમિયાન એક નાનું બાળક બહાર આવે છે. તે પોતાના ઘર માટે રાશન લેવા નીકળ્યો હતો. જો કે, આ દરમિયાન બાળકે માસ્ક પેહર્યું ન હતું અને પોલીસકર્મીએ તેને પકડી લીધો હતો. પછી તેણે માસ્ક પહેરવાની સૂચના આપી. ત્યારબાદ ત્યાં હાજર બીજા પોલીસકર્મીએ માસ્ક આપ્યું અને માસ્ક બાળકને પેહરાવ્યુ.

3 કરોડ વાર જોવાયો વિડિઓ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં પોલીસકર્મીએ જે કર્યું તેના બધે જ વખાણ થઈ રહ્યા છે. આ વીડિયોને 16 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે. જ્યારે 3 કરોડ 20 લાખ લોકોએ આ વીડિયો જોયો છે. યુઝર્સ આ અંગે વિવિધ રીતે કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

Gujarat Government Advertisement

Related posts

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

pratik shah

ઓ બાપ રે! સીતાનો રોલ કરવા માટે આલિયા ભટ્ટે લીધી આટલી તગડી ફી! તૂટી જશે તમામ રેકોર્ડ

Bansari

યુવતીએ કોન્સ્ટેબલ પર લગાવ્યા અશ્લીલ મેસેજ મોકલવાના આરોપ, SPએ કહ્યું, WhatsApp ચલાવવું જરૂરી છે ?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!