GSTV
Trending Videos Viral Videos

વાયરલ વિડીયો / પૂરપાટ ઝડપે બાઈકથી બતાવી રહ્યો હતો ખતરનાક સ્ટંટ, બેલેન્સ બગડતા જ થયો ભયાનક અકસ્માત

દુનિયાના દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની પાસે એક મોંઘી બાઈક હોય, જેને તે પૂરપાટ ઝડપે દોડતા અદ્ભુત સ્ટંટ કરીને બતાવી શકે. જેઓ પાસે બાઇક છે તેમાંથી કેટલાક પોતાના જીવની પરવા કર્યા વિના ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે.

Video: तेज रफ्तार बाइक से खतरनाक स्टंट दिखा रहा था शख्स, बैलेंस बिगड़ते ही हुआ भयानक हादसा

ઘણી વખત, જ્યાં આ સ્ટંટ તેમને પ્રખ્યાત બનાવે છે, ક્યારેક આ તેમના માટે ભારે પણ પડી જાય છે. હાલના દિવસોમાં આવો જ એક સ્ટંટ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર ઘણા લોકો ઉભા છે, તેમની વચ્ચે એક છોકરો તેની બાઇક ચલાવીને આવે છે અને તે લોકોની વચ્ચે તેની મોંઘી બાઇક સાથે સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે. સ્ટંટને સફળ બનાવવા માટે યુવક પહેલા હાઈસ્પીડ બાઇક ચલાવીને આવે છે અને કરતબ બતાવે છે, પરંતુ થોડીવાર પછી કંઈક એવું થાય છે કે તેનું બેલેન્સ બગડી જાય છે અને તે બાઇક સાથે પડી જાય છે.

લોકો આ વીડિયો ક્લિપને માત્ર એકબીજા સાથે શેર જ નથી કરી રહ્યાં પરંતુ તેના પર અલગ-અલગ પ્રકારની કમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યાં છે. લોકો સમજી શકતા નથી કે આવા ખતરનાક કૃત્ય કરવા માટે વ્યક્તિની હિંમતની પ્રશંસા કરવી કે તેની મૂર્ખતા પર હસવું.

વિડિયો જુઓ

વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે સ્ટંટ કરવાની પ્રક્રિયામાં લોકો ખરેખર પોતાના જીવનની પરવા કરતા નથી. તે જ સમયે અન્ય એક યુઝરે કહ્યું કે આ એક જીવલેણ સ્ટંટ છે. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે મને ખબર નથી કે લોકો ક્યારે સમજશે કે તેમની ભૂલ કોઈનો પણ જીવ લઈ શકે છે.

આ વીડિયો ભારતીય પોલીસ સેવાના અધિકારી દિપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું કે, ‘મુખર્તા ઝડપની, રોડ પર ન બતાવો, લાખો વ્યૂઝ મળે પણ જીવ નહીં બચી શકે’ રોડ અને વાહન ‘સ્ટંટ મર્દાનગી પ્રદર્શન’ માટે નથી.

માતા-પિતા તેમના બાળકોની #OnRoad & Online activates પર નજર રાખે. ક્યાંક તેમની એક ભૂલ તમારા માટે આજીવન પસ્તાવો ન બની જાય. આપને જણાવી દઈએ કે બાઈક પર સ્ટંટ કરવાને કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. આવી સ્થિતિમાં બાઇક દ્વારા સ્ટંટીંગ ન કરવું કારણ કે આપણી જરા પણ ભૂલ પળવારમાં શોકનું રૂપ લઇ શકે છે.

ALSO READ

Related posts

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu

સ્માર્ટફોનમાં શા માટે વારંવાર નેટવર્કની સમસ્યા આવે છે? તેને કઈ રીતે કરી શકાય છે હલ

Drashti Joshi
GSTV