GSTV

ઘરમાં કોઈ ન હતું તેવા સમયે દરવાજો તોડીને ઘુસ્યુ રીંછ, વિડીયો જોઈને તમે થઈ જશો હેરાન

Last Updated on July 25, 2020 by Karan

જ્યાં વાંદરાઓને માનવનું એક રૂપ માનવામાં આવે છે ત્યારે રીંછ પણ એવા કામ કરી નાંખે છે કે જેવી રીતે માણસ કરતો હોય. તમે પણ રીંછના આવા ઘણા વિડીયો જોયા હશે. એવો જ એક વિડીયો આ દિવસોમાં સોશ્યલ મિડીયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રીંછને તમે પહેલી વાર એવું કામ કરતા જોશો કે જે તમે ક્યારેય ના જોયો હોય. આ વખતે રીંછનો આ વિડીયો જોઈને તમે હેરાન થઈ જશો.

વિડીયો ક્યાંનો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી

સોશયલ મિડીયામાં વાઈરલ થઈ રહેલો આ વિડીયોમાં તમે રીંછને દરવાજો તોડીને અંદર જતા જોઈ શકો છો. આ હેરાન કરનારો વિડીયો અમેરિકાનો બતાવવામાં આવી રહ્યો છે. આ વિડીયોને થોડા દિવસ પહેલા ટ્વિટર ઉપર શેર કરવામાં આવ્યો હતો. જે હવે ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જો કે હજુસુધી આ વાતની સ્પષ્ટતા નથી થઈ કે આ વિડીયો ક્યાંનો છે. એક રીપોર્ટ પ્રમાણે ઉત્તરી અમેરિકામાં ગરમીમાં રીંછ દરવાજો તોડીને ઘરમાં ઘુસી જવાના ઘણા ઉદાહરણો સામે આવ્યાં છે.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ

વિડીયોમાં જોઈ શકાય છે કે, અચાનક દરવાજો તુટે છે અને ઘરમાં મોટુ રીંછ આવે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, દરવાજા તોડ્યાં બાદ ઘરમાં રીંછ આવીને આમ તેમ જોવા લાગે છે. ઓહિયો સ્થિત રેડિયો પ્રેજેંટર જેસન પ્રીસ્ટસ અને લેખક કિંગ સ્મિથ ટ્વિટર ઉપર વિડીયો મુકાનારામાં સામેલ છે. ટ્વિટર ઉપર આ વિડીયો 19 જુલાઈના રોજ શેર કરવામાં આવ્યો હતો.

37 લાખ લોકોએ જોયો આ વિડીયો

ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વિડીયો 37 લાખ કરતા પણ વધારે વ્યુઝ મળી ચુક્યાં છે. સાથે જ 12 હજાર 700થી વધારે લાઈક્સ પણ આ વિડીયોને મળ્યાં છે. આ વિડીયોને ત્રણ હજાર રિટ્વિટ મળ્યાં છે. તો સેંકડો લોકોએ આ વિડીયો ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું છે કે, રીંછે જે રીતે દરવાજો તોડ્યો તે જોઈને લાગી રહ્યું છે કે આ પહેલા પણ તે દરવાજો તોડી ચુક્યો છે. તો બીજા યુઝરે લખ્યું કે, મારી બહેન ચર્ચીલમાં રહે છે. તેના ઘરનો દરવાજો સ્ટીલનો લગાવવામાં આવ્યો છે. જેના કારણે રીંછ અંદર આવી ન શકે. જોઈને લાગી રહ્યું છે કે રીંછે પુરી તાકાતથી દરવાજો તોડી નાંખ્યો છે.

Related posts

કોરોના / અમેરિકન વેક્સિન કંપનીએ ભારતમાં રસીના ટ્રાયલ માટેની અરજી પાછી ખેંચી, ન જાહેર કર્યું કારણ

Zainul Ansari

7th Pay Commission : આવી રહ્યા છે વધુ એક સારા સમાચાર! રૂ .95,000 વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર

Vishvesh Dave

IRCTCની શાનદાર ઓફર/ જયપુર સહિત આ 6 સ્થળોની મુલાકાત લો, તમને મફત રહેઠાણ અને ભોજનની મળશે સુવિધા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!