GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

લોકડાઉન દરમ્યાન અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે આ રીતે પસાર કરી રહી છે સમય, સોશિયલ મીડિયા પર વાયરલ થયો VIDEO

અનુષ્કા

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને, દેશભરમાં 15 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સ્ટાર્સને પણ સામાન્ય લોકોની સાથે ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. દરમિયાન, સ્ટાર્સ સોશિયલ મીડિયા પર વધુ સક્રિય બન્યા છે અને આ ખાલી સમયને વિવિધ રીતે વિતાવી રહ્યા છે. આ દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.

અનુષ્કાએ કર્યુ વિરાટના હેરકટ

વાસ્તવમાં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીના વાળ કાપતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનુષ્કા કેવી મસ્તી સાથે વિરાટના હેરકટ કરી રહી છે, વિરાટ પણ આ હેરકટને એટલી જ મજાની સાથે પસંદ કરી રહ્યો છે.અનુષ્કા શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ઘણો પસંદ કરી રહ્યા છે. વીડિયોનાં અંતમાં વિરાટનાં જૂના અને નવા લૂકને શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સની સાથે સાથે બોલીવુડ અને ખેલ જગતની હસ્તિઓ પણ કમેન્ટ્સ કરી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા 873 થઈ

જો અનુષ્કા શર્માની ફિલ્મી કરિયરની વાત કરીએ તો અનુષ્કા શર્માએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ રબ ને બના દી જોડીથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ હિટ રહી હતી અને આ પછી અનુષ્કાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. જણાવી દઈએ કે અનુષ્કાની છેલ્લી રિલીઝ ફિલ્મ શાહરૂખ ખાન સાથેની ઝીરો પણ હતી. જોકે ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી ન હતી.અનુષ્કા શર્મા સિવાય કોરોના વાયરસની વાત કરીએ તો, ભારતમાં અત્યાર સુધી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 873 પર પહોંચી ગઈ છે. તો સાથે જ, કોરોના વાયરસને કારણે 19 લોકોનાં મોત નીપજ્યાં છે. નોંધપાત્ર વાત એ છે કે, સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 595,953 કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

સોનું પહોંચી શકે છે 54 હજાર રૂપિયાએ: સરકારે પણ કરોડો રૂપિયાની આ સ્કીમથી કરી કમાણી

Ankita Trada

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Ankita Trada

કોરોના રોગચાળો અને સરહદ પર તણાવ: ચીનીઓને ભારતમાંથી ખસેડી લેવા જિનપિંગનો આદેશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!