દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. ભારતમાં પણ કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ચુકી છે. કેટલાય શહેરોમાં લોકડાઉન લાગી રહ્યુ છે. તો વળી અમુક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અને માર્કેટ પણ બંધ કરવાની ફરજ પડી છે. વેક્સીન ન આવે ત્યાં સુધી ઘણા બધા લોકો ઘરની બહાર નથી નિકળતા. ભારત સરકાર પણ લોકોને માસ્ક પહેરવાની સતત અપીલ કરતી રહે છે. કેટલાય શહેરોમાં માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવામાં આવે છે. જેના પર પોલીસ એક્શન લઈ રહી છે. સોશિયલ મીડિયા પર હાલમાં જ આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં માસ્ક વગર ઉભેલા બે વ્યક્તિની બરાબરની ધોલાઈ કરી નાખવામાં આવે છે. આ વીડિયોને આઈએસ ઓફિસર અવનીશ શરણે શેર કર્યો છે.
मास्क इसलिए भी ज़रूरी है.? pic.twitter.com/MzKHLIouEk
— Awanish Sharan (@AwanishSharan) November 22, 2020
આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, ફૂટપાથ પર બે દુકાનદારો માસ્ક વગર ઉભા હતા. ત્યારે આ સમયે એક શખ્સ હાથમાં માઈક લઈને આવે છે, અને તેમને માસ્ક વિશે પુછવા લાગે છે. બાદમાં આ ભાઈએ લાફાવાળી ચાલુ કરી દીધી હતી. બાદમાં તેને માસ્ક પણ પહેરાવે છે. તો વળી ત્યાં બાજૂમાં જ બીજો એક શખ્સ પણ માસ્ક વગર બેઠો હતો. તેને પણ આ ભાઈ મારવા લાગે છે.
READ ALSO
- શું તમને ટ્રાફિકના નિયમો નથી ખબર, તો વાંચી લો આ નવા 19 રૂલ્સ ને થઇ જાઓ ટેન્શન ફ્રી
- શું તમે પણ ફોનની બેટરી 100 ટકા ચાર્જ કરો છો? જાણો ચાર્જીંગ કરવાની યોગ્ય પદ્ધતિ વિશે….
- SBI ની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો અને મફતમાં 50 લાખનો વીમો પણ…
- ગોજારો અકસ્માત/ ખંભાળિયા-ભાણવડ રોડ પર થયેલા અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત
- ભાવનગર/ ફૂલસર વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની કરી હત્યા, પોલીસે તપાસ હાથ ધરી