GSTV

સિંહની પજવણી કરતો વધુ એક વીડિયો થયો વાયરલ, સિંહની પાછળ જીપ દોડાવતા તારની વાડમાં ફસાયો વનરાજ

સિંહ એ ગરવા ગુજરાતની શાન છે, જેના માટે સરકાર વર્ષે કરોડો અબજો રૂપિયાના ખર્ચા પણ કરે છે. તેમ છતાં ગુજરાતની આન બાન અને શાન કહેવાતા આ સિંહો માટે આપણે કોઈ નક્કર વ્યવસ્થા ઉભી કરી શક્યા નથી. ત્યારે વારેતહેવારે સિંહોને પજવણી કરતી ઘટનાઓ ગુજરાતમાં અને તેમાય ખાસ કરીને સાસણની આસપાસના વિસ્તારોમાં જોવા મળતી હોય છે.

ત્યારે હવે ફરી એક વખત આવો જ વાયરલ વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહની પાછળ જીપ દોડાવવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયોમાં સિંહ તારની વાડમાં ફસાઈ ગયો હોવાનું પણ નજરે ચડી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, તંત્ર ક્યારે આ બાબતે એક્શનમાં આવે છે અને આવા તત્વો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે. તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે.

READ ALSO

Related posts

ચાલુ વર્ષને ઝીરો એજ્યુકેશન વર્ષ ડિકલેર કરવા ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનની માગ

Nilesh Jethva

હાર્દિક પંડ્યાએ કેમ કર્યો ટીમ ઈન્ડિયાની રણનીતિનો ખુલાસો? વિરાટ કોહલીએ કરી સ્પષ્ટતા

pratik shah

રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હવે જસ્ટીસ કે.એ. પૂંજ નહિં ગુજરાત હાઈકોર્ટના આ પૂર્વ જજ કરશે, આ છે કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!