GSTV

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

એક વીડિયોમાં એક નાની બાળકીને દીવાલ પર સ્પાઇડમેનની જેમ ચઢતા જોઇ શકાય છે. તેને દીવાલ પર ચડતા જોઇ હૈરાન નેટિઝન્સે પાંચ વર્ષીય બાળકીના કરતબને ‘સ્પાઇડર ગર્લ’ ગણાવી છે. વીડિયો જોયા પછી યુઝર્સ હૈરાન રહી ગયા. વીડિયોમાં બાળકી કોઇ સહારા વગર થોડાક જ સેકન્ડમાં દિવાલ પર ચઢી જાય છે. દિવાલ ચઢવા માટે બાળકી કોઇ પણ વસ્તુનો ઉયોગ નથી કરતી, પરંતુ એક ટેક્નિકના સહારે તેના હાથ અને પગનો ઉપયોગ કરી દિવાલ પર ચઢી જાય છે.

સ્પાઇડરની જેમ દિવાલ પર ચઢી જાય છે આ બાળકી

55 સેકન્ડની આ ક્લિપમાં બાળકી સૌથી પહેલા રૂમના એક ખૂણામાં ઉભી હોય છે અને તેના હાથ પગને દિવાલ પર રાખે છે. પછી બે દિવાલ વચ્ચે પોતાને હેંગ (લટકાવી) કરે છે અને દિવાલની છત સુધી સ્કેલ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે સૌથી ઉપર પહોંચી જાય છે, તો તે તેના બંને પગને હવામાં કરે છે. આ જોયા પછી લોકો દંગ રહી ગયા. આખો વીડિયો જોઇ લોકો બાળકીને ‘સ્પાઇડર ગર્લ’નો ખિતાબ આપી રહ્યા છે.

લોકોએ બાળકીને ‘સ્પાઇડર ગર્લ’ નામ આપ્યું

યુઝર્સે જ્યારે આ વીડિયોને જોયો તો તેઓ દંગ રહી ગયા. ટ્વીટર પર ‘Ffs OMG Vids’ નામના અકાઉન્ટ પરથી ‘સ્પાઇડર ગર્લ’ કેપ્શન સાથે વીડિયો શેર કરવામાં આવ્યો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ બાળકીની કુશળતાથી ખૂબ જ પ્રભાવિત થયા. નેટિઝન્સ આ વીડિયો પર વીડિયો પર મોટા પ્રમાણમાં કોમેન્ટ કરી રહ્યા છે.

Read Also

Related posts

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાની સમસ્યા, આ પદ્ધતિની સારવાર લઈ રહ્યા છે લોકો

Vishvesh Dave

સાતમો પગારપંચ / નાણાકીય મંત્રાલયે આપી સરકારી કર્મચારીઓને તહેવારની ભેંટ, મોંઘવારી ભથ્થામા આપ્યો વધારો

Zainul Ansari

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!