GSTV
Trending Videos Viral Videos

ભારતથી જર્મની આવી આ છોકરી, તો બદલાઈ ગયુ આખુ જીવન, વીડિયો જોઈને લોકોને થવા લાગી ઈર્ષા

જર્મની, જાપાન, ફ્રાન્સ, અમેરિકા અને લંડન જેવા મોટા દેશોમાં જઈને નોકરી કરવી એ દરેક ભારતીય વિદ્યાર્થીનું સપનું હોય છે. પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ વિદેશમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ વચ્ચે ભારતની ભીડ, ટ્રાફિક જામ અને તણાવપૂર્ણ નોકરીઓ મિસ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક છોકરીએ કંઈક આવું કહ્યું અને બતાવ્યું કે યૂઝર્સને મસ્તી કરવામાં મજા આવશે. આ યુવતી ભારતથી આવીને જર્મનીમાં રહે છે. તેણે પોતાના બદલાયેલા અને સારા જીવનનો પરિચય એવી રીતે આપ્યો કે આ વીડિયો વાયરલ થયો.

દેશી ફિરંગી યુઝર્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક છોકરી કારમાંથી નીચે ઉતરે છે અને કહે છે કે જર્મનીમાં જીવન ખૂબ જ ઓવરરેટેડ છે. પહેલા જ સારુ હતુ કે, 9 કલાકની ઓફિસની શિફ્ટ પમ અહીંયા મોટી કારમાં ચાલો, મોટા ઘરમાં રહો અને અહીં તો વાસણ, ઝાડુ-પોતા પણ મશીન કરી દે છે. આખરે ઓફિસ પછીના સમયે કરૂ તો પણ શું કરૂ?

વાસ્તવમાં, આ ફની વિડિયો દ્વારા, છોકરીએ જર્મનીમાં જીવન અને તેના સંબંધિત અનુભવને એક અલગ રીતે બતાવ્યું, જે દર્શાવે છે કે તે અહીં કેટલી રિલેક્સ છે. કોઈ પણ પ્રકારની ધમાલ નથી, ટ્રાફિક જામની કોઈ ઝંઝટ નથી, રહેવા માટે સરસ ઘર અને બહુ ભીડ પણ નથી.

પરંતુ વીડિયોમાં આ છોકરીની સ્ટાઈલ જોઈને યુઝર્સે ફની કોમેન્ટ કરી. એક યુઝરે લખ્યું કે કાશ આપણે પણ આવી બોરિંગ લાઈફ એન્જોય કરી હોત. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 36 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે જ્યારે લાખો યુઝર્સ આ વીડિયોને જોઈ ચૂક્યા છે.

READ ALSO:

Related posts

રથયાત્રા માટે સરસપુરની પોળમાં પ્રસાદની તૈયારી શરૂ, 1500 કિલો સ્વાદિષ્ટ મોહનથાળ તૈયાર તો પૂરીઓની થઈ ગઈ શરૂઆત

pratikshah

અમદાવાદની યાત્રાનું અનેરું આકર્ષણ, રથયાત્રા માટે 350 જેટલા સમાજો સાથે બેઠકો કરવામાં આવી

pratikshah

અનોખી નદી/ એવી નદી જે પહાડોથી નીકળે છે, પરંતુ સમુદ્ર સુધી પહોંચતા પહેલા થઇ જાય છે ‘ગાયબ’

Damini Patel
GSTV