GSTV
Trending Videos Viral Videos

બિલાડી માસીએ હીરોની જેમ બચાવ્યો માસૂમનો જીવ, લોકોએ પણ દિલ ખોલીને કર્યા વખાણ

જો તમને બિલાડીઓ પસંદ નથી તો બની શકે કે આ ખબર સાંભળ્યા પછી તમને તેમના પર ખુબ જ પ્રેમ આવશે. સોશિયલ મીડિયાની દૂનિયા પર આજકાલ એવો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બિલાડી જે કંઈપણ કરતી જોવા મળે છે તે કોઇ હીરોની ઓછું નથી. આ વીડિયો જોયા પછી દરેક લોકો બિલાડીના વખાણ કરી રહ્યા છે.

બિલાડી

વાયરલ ક્લિપમાં જોઇ શકાય છે કે કેવીરીતે પોતાની સૂઝબૂઝથી બિલાડી માસુમનો જીવ બચાવી રહી છે. જણાવી દઈએ કે આ વીડિયો જૂનો છે પણ ઇંસ્ટાગ્રામ પર ફરીથી વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં એક બાળક ઘૂંટણ પર ચાલતો જોવા મળે છે. બીજી તરફ કાઉચ પર બેઠેલી બિલાડીને તમે જોઇ શકો છો પરંતુ બીજી પાળે જે કઈ પણ થાય છે તે જોઇને તમને પણ બિલાડીઓ ગમવા લાગશે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે માસુમ પગથિયા તરફ આગળ વધે છે અને જેવો જ બાળક પડવા જાય છે તેવી જ બિલાડી હીરોની જેમ એન્ટ્રી લઇને બાળકને નીચે પડવાથી બચાવે છે.

આ વીડિયો જોઈને તમે પણ કહેશો કે જો બિલાડી યોગ્ય સમયે ના પહોંચત તો માસુમ પગથિયાં પરથી નીચે જ પડી શકતો હતો. આ વીડિયો જોઇને નેટીજન્સ બિલાડીના વખાણ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

બજારમાં સતત પાંચા દિવસે તેજી: સેન્સેક્સ સાથે નિફ્ટી ઓલટાઇમ હાઇ સપાટીએ

Padma Patel

BCCI નવી પસંદગી સમિતિ/ આ અનુભવી ખેલાડીઓએ કરી અરજી

Padma Patel

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL
GSTV