ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)નાં અધિકારી અરૂણ બોથરા હંમેશાં તેના રસિક ટ્વીટ્સ માટે સોશિયલ મીડિયા પર રહે છે. આ વખતે તેમણે આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં યોજાયેલા એક લગ્નનો વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં વરરાજાને લગ્નમાં ભેટ તરીકે એકે-47 એસોલ્ટ રાઇફલ મળી છે. આ જોઈને દરેક દંગ રહી જાય છે. આ વિડિઓ 24 કલાકમાં 33 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આઈપીએસ બોથરાએ આ ભેટને પાકિસ્તાનમાં જોવા મળતી આતંકવાદ અને આતંકને ટેકો આપતી માનસિકતા ગણાવી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, “ભેટ અને ખુશી … અમારા પાડોશીની માનસિકતા, જેણે અમારી ચારે બાજુ ઘણો ખુનખરાબો કર્યો છે.”
The gift & the cheers…The mindset in our neighbourhood that has caused so much bloodshed all around us. pic.twitter.com/B8Skj7NEni
— Arun Bothra (@arunbothra) November 26, 2020
ખરેખર, લગ્ન અથવા અન્ય સમારોહમાં હવાઈ ફાયરિંગની ઘટનાઓ તો ખૂબ જોવા મળે છે, પરંતુ ભેટ તરીકે એકે-47 એસોલ્ટ રાઇફલ આપવી એ અસામાન્ય અને ખૂબ જ વિચિત્ર માનસિકતા છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે દુલ્હા-વરરાજા એક સાથે સ્ટેજ પર બેઠા છે. પછી એક મહિલા સ્ટેજ પર આવે છે અને વરરાજાને અભિનંદન અને શુભેચ્છાઓ આપે છે. આ સાથે જ તે તેના એક સાથી પાસેથી એકે -47 એસોલ્ટ રાઇફલ લઈને વરરાજાને આપે છે.
આ સમય દરમિયાન લગ્નમાં ઉપસ્થિત લોકો જબરજસ્ત તાળીઓ પાડીને ચીયર્સ કરે છે. વરરાજા પણ રાઇફલ રાખે છે અને ફોટા માટે પોઝ આપે છે. બીજી તરફ, આ દૃશ્ય જોઈને, વરરાજા, શરમથી મંદ-મંદ સ્મિત કરી રહ્યા છે.
READ ALSO
- 50 પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં સુરતીએ 8.42 લાખના દાગીના ગુમાવ્યા, 3 દિકરી, પત્ની અને ભત્રિજી દાગીના વિનાની થઈ ગઈ
- ‘સેટ પર તો બધા મને…’ બોલ્ડ સીન કરતી વખતે થાય છે કેવો અનુભવ, સની લિયોનીએ કર્યો મોટો ખુલાસો
- પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે CRPF ના 40 જવાનોનું લોહી રેડ્યું
- ફાયદાનો સોદો/ હવે કંઈ પણ ગિરવે મુકયા વિના મળી જશે 5 કરોડ રૂપિયા સુધીની લોન, જાણો કઈ બેન્ક કોને આપી રહી છે આ સુવિધાઓ
- રાજકોટ/ સીએમ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું