GSTV
Home » News » બિઝનેસ આને કહેવાય! ખાલી દુકાન અને પિતાની એવી તસ્વીર શેર કરી કે, ખુદ Twitter બોલ્યું- ‘આપણે કાલે મળીયે’

બિઝનેસ આને કહેવાય! ખાલી દુકાન અને પિતાની એવી તસ્વીર શેર કરી કે, ખુદ Twitter બોલ્યું- ‘આપણે કાલે મળીયે’

સોશિયલ મીડિયા આજકાલ ટ્રોલિંગ અને નેગેટિવ વસ્તુઓ જોવા ઉપરાંત ઈમોશન્સ શેર કરવાનું પણ સારૂ માધ્યમ બનેલું છે. તેવી જ એક સ્ટોરી છે જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. હાલમાં જ એક ટ્વિટર યૂઝર બિલીએ આ સાઈટ પર એક પોસ્ટ કરી, જેમાં લખેલું હતું કે તેમના પિતાએ ટેક્સાસમાં બિલિજ ડોનટ્સના નામથી એક શોપ ખોલી છે.

બિલીએ પોતાના પિતાની આ દુકાનની તસ્વીર શેર કરીને લખ્યું- મારા પિતા દુઃખી છે, કારણ કે કોઈ પણ તેમની નવી ડોનટ શોપ પર આવી નથી રહ્યું. આ મેસેજ સાથે બિલીએ ડોનટ્સ, ખાલી દુકાન અને તેમાં ઉભેલા પિતાની તસ્વીર શેર કરી. આ તસ્વીર અને મેસેજને પોસ્ટ કરતા જ મિનિટોમાં તેને હજારો વખત રિટ્વિટ કરી દેવામાં આવ્યું.

ફક્ત સામાન્ય માણસો જ નહીં પરંતુ યુટ્યુબ સ્ટાર Casey Neistatએ પણ બિલીની આ પોસ્ટને રિટ્વિટ કર્યું. આટલું જ નહીં ટ્વિટરના ઓફિશયલ હેન્ડલે પોતે પણ બિલીના પોસ્ટ પર રિસ્પોન્સ આપ્યું. ટ્વીટરે જણાવ્યું કે, ‘અમે કાલે સવારે મળવા આવી રહ્યા છીએ…’

આ પોસ્ટ બાદ બિલિઝ ડોનટ્સ પર ધણા લોકો પહોંચ્યા. અને બિલીએ વધુ એક તસ્વીર પોસ્ટ કરી જેમાં જણાવવામાં આવ્યું કે અમારા તમામ ડોનટ્સ વેચાઈ ચુક્યા છે. અમારા લોકલ બિઝનેસને સપોર્ટ કરવા માટે ધન્યવાદ, આ મારા પરિવાર માટે ખૂબ મહત્વ ધરાવે છે.  

Read Also

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!