જિમ, એક એવી જગ્યા જ્યાં દરેક લોકો જવાનું ઇચ્છે છે. પરંતુ અહીં પહોંચ્યા પછી, લોકો કસરત કરવા માટે પરસેવો પાડે છે. કેટલાક લોકો જીમમાં જાય છે, પરંતુ તેઓ વર્કઆઉટ ઓછુ કરે છે. આવી સ્થિતિમાં, જો તમારો જીમ ટ્રેનર અથવા ઈન્સ્ટ્રક્ટર તમને સારું વાતાવરણ આપે છે, તો પછી તમે ખુશીથી જીમમાં કસરત શરૂ કરો છો. આવું જ કંઈક એક જીમમાં થયું છે. ટ્વિટર પર વાયરલ થયેલા એક વીડિયો મુજબ, એક જીમમાં નાનકડી બાળકી મહિલાઓને જિમ કરાવતી જોવા મળી રહી છે.

Their fitness instructor is very short. pic.twitter.com/Rn5dJlLZbq
— jamie (@gnuman1979) October 18, 2019
આ વિડિઓ કંઈ જગ્યાનો અને ક્યારનો છે તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વિડિઓ જોયા પછી દરેક જણ ખુશ થઈ શકે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નાની બાળકી, જે લગભગ 3 વર્ષની છે, તે મહિલાઓને ખૂબ જ સારી રીતે કસરત કરવા નિર્દેશિત કરી રહી છે.

તેને જીમમાં કસરત કરવાનાં દરેક મૂવ ખબર છે. ત્યાં એક-એક કરીને મહિલાઓને દરેક મૂવ્સ કરાવી રહી છે. જ્યાં મહિલાઓ ડાન્સ પણ કરી રહી છે. મહિલાઓ પણ ખુશી ખુશી તેનાં નિર્દેશો માની રહી છે.

આ બાળકીની ખાસ વાત એ છેકે, તે વર્કઆઉટની વચ્ચે વચ્ચે પાછળ વળીને ચેક પણ કરે છે, દરેક મહિલાઓ બરાબર વર્કઆઉટ કરી રહી છેકે નહી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ઘણો પસંદ કરી રહ્યા છે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….