લિપ લૉક બાદ હવે કાર્તિક આર્યન અને સારા અલી ખાનની આ તસ્વીર થઈ Viral

થોડા સમય પહેલાં સારા અલી ખાને ‘કૉફી વિથ કરણ’માં અભિનેતા કાર્તિક આર્યન માટે પોતાના ક્રશનો ખુલ્લેઆમ એકરાર કર્યો હતો. ત્યારબાદ કાર્તિકે પણ શરમાઈને તેમને મીડિયા દ્વારા ડેટ પર લઈ જવાની વાત કહી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને લિપ લૉક કરતા જોવા મળ્યા હતાં.

તો હવે સારા અલી ખાન અને કાર્તિક આર્યનની એક નવી તસ્વીર ખૂબ ઝડપથી ટ્રેન્ડ કરી રહી છે. જણાવાઈ રહ્યું છે કે બંને સ્ટાર્સની આ તસ્વીર તેમની આગામી ફિલ્મ ‘લવ આજ કલ 2’ના સેટની છે. તો અહીં જુઓ સારા અલી ખાન અને કાર્તિક આર્યનની વાયરલ ફોટો….

ઉલ્લેખનીય છે કે સારાએ પિતા સૈફ અલી ખાનની સામે કાર્તિક પર ક્રશની વાત ખુલ્લેઆમ કબૂલ કરી હતી. તો ત્યારબાદ ‘કૉફી વિથ કરણ’ના છેલ્લા એપિસોડમાં કરીના કપૂરે પણ આ સંબંધ પર રજા આપી હતી. એવામાં લાગે છે કે હવે સારા અને કાર્તિકની જોડી બનીને રહેશે. ચાહકો ઈચ્છે છે કે સ્ક્રીનથી લઇને ઑફ સ્ક્રીન સુધી બંને સાથે દેખાય.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter