GSTV
Home » News » Facebook પર પોતાની એવી તસ્વીર પોસ્ટ કરી કે આ લેડી ડોક્ટરનું લાયસન્સ રદ્દ થઈ ગયું

Facebook પર પોતાની એવી તસ્વીર પોસ્ટ કરી કે આ લેડી ડોક્ટરનું લાયસન્સ રદ્દ થઈ ગયું

મ્યાનમારમાં લોન્જરી ફોટોઝ પોસ્ટ કરવાના ચક્કમાં એક મોડલ અને ડોક્ટર Nang Mwe Sanનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું છે. તેનો વિરોધ કરતા Nang Mwe Sanએ પર્સનલ ફ્રિડમમાં દખલગીરી જણાવી. Nang સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ છે. તે ધણી વખત પોતાની તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં તેણે અમુક તસ્વીરો શેક કરી હતી.

આ તસ્વીરોમાં Nang લોન્જરીમાં જોવા મળી રહી હતી. Nang અમેરિકન મોડલ કેન્ડલ જેનરની નકલ કરી રહી હતી. ડોક્ટરનો આ લુક મ્યાનમાર મેડિકલ કાઉન્સિલને આપત્તિજનક લાગ્યો. ત્યાર બાદ 3 જૂને તેમણે Nangના નામનો લેટર જાહેર કરી લાયસન્સ રદ્દ કરવાની જાણકારી આપી. આ ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું હતું કે Nang ડ્રેસિંગ સ્ટાઈલ મ્યાનમાર કલ્ચર અને રીત રીવાજોના વિરૂદ્ધ છે.

તમને જણાવી દઈએ કે પહેલા Nangને જાન્યુઆરીમાં વોર્નિંગ આપવામાં આવી હતી કે ફેસબુક પરથી પોતાની એ તસ્વીર હટાવી સે. Nangએ આ વોર્નિંગ લેટરને સાઈન કર્યો હતો. પરંતુ તેનું પાલન ન કર્યું. 29 વર્ષની Nangએ વર્ષ 2017માં મોડલિંગની શરૂઆત કર્યા પહેલા પાંચ વર્ષ સુધી ડોક્ટર પ્રેક્ટિસ કરતી હતી.

તેણે જણાવ્યું કે ‘મેડિકલ એથિક્સમાં ડ્રેસ કોડ પર કોઈ પ્રતિબંધ નથી. Nangએ કહ્યું કે દર્દીઓનો ઈલાજ કરતી વખતે હું તેવા કપડાં નથી પહેરતી. મેડિકલ કાઉન્સિંલની વાત સ્વીકાર ન કરી શકાય.’ હવે Nang કાઉન્સિલના નિર્ણય વિરુદ્ધ ફરિયાદ કરવાની પ્લાનિંગ કરી રહી છે. Nangએ કહ્યું, ‘મને લાગે છે કે તેમણે પર્સનલ ફ્રિડમમાં દખલ ન આપવી જોઈએ. આનાથી તેમને કોઈ લેવા દેવા નથી.’

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!