GSTV
Home » News » એમેઝોનના જંગલમાં લાગેલી આગમાં બળીને રાખ થઈ ગયા દુર્લભ જાનવરો, ફોટોગ્રાફ્સ થયા વાયરલ

એમેઝોનના જંગલમાં લાગેલી આગમાં બળીને રાખ થઈ ગયા દુર્લભ જાનવરો, ફોટોગ્રાફ્સ થયા વાયરલ

દુનિયા સૌથી મોટા રેન ફોરેસ્ટ અને બ્રાઝીલમાં સ્થિત એમેઝોન જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ આગ એવી રીતે લાગી છે કે આગમાં ધુમાડાના કારણે બ્રાઝીલનાં એક આખું શહેરજ અંધકારમાં ગરકાવ થયું છે.આ આગના કારણે જંગલમાં હાજર દુર્લભ જાનવર બળીને રાખ થઈ રહ્યા છે.

આગનો સૌથી ભયાવહ નજારો ત્યારે સામે આવ્યો કે જે જંગલમાં રહેતા પ્રાણીઓની લાશો દેખાઈ હતી. જાનવરોના ફોટોઝ સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.આગને કારણે સેંકડો પ્રાણીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ તસવીરો પરથી આ ઘટનાનો અંદાજ લગાવી શકાય છે.

આ વરસાદી જંગલમાં અગાઉ પણ ઘણી વખત આગ લાગી ચુકી છે, પરંતુ આ વખતે આ કેસ ખૂબ ભયંકર બન્યો છે. તેને વિશ્વનું ફેફસાં કહે છે. એવું કહેવામાં આવે છે કે એમેઝોન સમગ્ર વિશ્વમાં 20 ટકા ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે.

 એમેઝોનના જંગલોમાં 16 હજારથી વધુ જાતિના છોડ અને 25 લાખથી વધુ જાતિના જીવજંતુઓ જોવા મળે છે. સોશ્યલ મિડિયા પર આગની તસવીરો મૂકીને દુનિયાભરના લોકો દુખ વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં પણ ઘણા બોલિવૂડ સેલેબ્સે આ ઘટનાની ગંભીરતા સામે અવાજ ઉઠાવ્યો છે, સાથે સાથે મીડિયાને પણ આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી છે.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!