GSTV

VIDEO: આંખ બંધ કરી સાંભળશો તો મોહમ્મદ રફીની યાદ આવી જશે, રાતોરાત વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો

એક તરફ, સોશિયલ મીડિયા ફેક ન્યૂઝ ફેલાવવાનું સૌથી મોટુ કેન્દ્રબિન્દુ બની ગયુ છે, ત્યારે બીજી બાજૂ આ પ્લેટફોર્મ ઘણા લોકો માટે વરદાન પણ સાબિત થઈ રહ્યુ છે. ગાયક રાનુ મંડલ, તમને યાદ હશે, તે સ્ટેશન પર ભીખ માંગતી હતી, પરંતુ તે પછી કોઈએ તેના ગીતનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. આ વીડિયો એટલો વાઇરલ થયો કે તેની ચર્ચા શરૂ થવા લાગી અને રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ. પરિણામે, હિમેશ રેશમિયાએ તેને તેમની ફિલ્મોમાં ગાવાની મોટી તક આપી અને ત્યારબાદ તેનું વિશ્વ સંપૂર્ણપણે બદલી નાખ્યું. આજે તેમની પાસે નામ અને પૈસા બંને છે.

જેને પણ રાનુ મંડલનો વાયરલ વીડિયો જોયો હશે, તેને તેની સરખામણી લતા મંગેશકર સાથે કરી હતી. બરાબર આવો જ એક અન્ય વીડિયો વાયરલ થઈ રહી છે, જેમાં એક છોકરો એવું મધુર ગીત ગાય છે કે, દરેક તેને છોટા રફી કહે છે. છોટે રફીનું ગીત સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેનો અવાજ રફી સાહેબ સાથે એટલો જ મળતો આવે છે કે, તેને પારખવું મુશ્કેલ થઈ જાય છે.

એક ટ્વિટર યુઝરે વીડિયો શેર કરતાં લખ્યું છે કે આ છોકરાનું નામ સૌરવ કિશન છે અને તે કોઝિકોડનો છે. સ્થાનિક વિસ્તારના લોકો તેને છોટા રફીના નામથી પણ ઓળખે છે. સોશિયલ મીડિયા પર લોકો આ યુવકના ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. તથા આ વાયરલ વીડિયો લોકો જોતાની સાથે જ શેર અને લાઈક કરી શુભકામનાઓ આપી રહ્યા છે.

READ ALSO

Related posts

તુર્કીના ખભે બંદૂક રાખી હરખાઈ રહ્યુ છે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે હજૂ પણ રાગ આલાપી રહ્યા છે !

Dilip Patel

કાશ્મીરમાં વધુ એક ભાજપ નેતાની આતંકીઓએ કરી હત્યા, સરપંચને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા

Pravin Makwana

આવકવેરા સંબંધિત બિલને સંસદની મંજૂરી મળી, અનેક લાભો આપવામા આવ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!