Viral: મેનેજરે એક્સટ્રા કેચઅપ ન આપ્યો તો મહિલાએ ધોઈ નાખ્યો

કેલિફોર્નિયાના મેકડોનાલ્ડ્સમાં બુધવારે એવી ઘટનાં ઘટી કે બધા જોતા જ રહી ગયાં. એક સ્ત્રીએ મેનેજરની જોરદાર ધોલાઈ કરી છે. પોલીસનાં જણાવ્યાં અનુસાર મહિલાએ વસ્તુ લેવાની સાથે થોડો વધુ કેચઅપ માંગ્યો હતો. તો મેનેજરે ના પાડી દીધી. અને મહિલાનો મગજ ગયો તો તેને જોરદાર માર માર્યો. 27 ઑક્ટોબરની આ ઘટના છે. 24 વર્ષની માયરા બરેનીસ ગાલોએ સાન્તા એનાનાં આઉટલેટ પરથી જમવાનું ઓર્ડર કર્યું હતું.

પોલીસ ઑફિસર એન્થૉની બર્ટાગ્નાએ કહ્યું કે ‘માયરા પાછળના દરવાજાથી રેસ્ટોરન્ટમાં આવી અને મેનેજરને પકડીને મારવા લાગી.’ માયરાએ પોલીસને કહ્યું કે તે કેચઅપ ન મળ્યો એટલે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ વિડિઓ ખૂબ viral થઈ રહ્યો છે. વિડિયોનાં છેલ્લે જોવા મળે છે કે એક વ્યક્તિ રેસ્ટોરન્ટમાં દાખલ થાય છે અને સ્ત્રીને બહાર લઈ જાય છે. ઉલ્લેખનીય છે કે પોલીસે મંગળનારે મહિલાની ધરપકડ કરી લીધી છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter