VIRAL: વિદ્યાર્થીએ બાળકને એવી તો કઈ રીતથી માર્યો કે 3 લાખ લોકો જોવા માટે મજબુર થઈ ગયાં

ઇંગ્લેન્ડના Huddersfieldની એક શાળામાં એવું થયું કે જેણે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી છે. સીરિયાનો રેફ્યુજી બાળક જેવો શાળાએ પહોંચે કે તરત જ વિદ્યાર્થી તેને પકડે છે અને જોરદાર રીતે માર મારે છે. ઇંગ્લેન્ડની આલમંડ કમ્યુનિટી સ્કૂલમાં 15 વર્ષનો રેફ્યુજી બાળક જમાલ સ્કૂલમાં ચાલતો આવતો હતો. એક વિદ્યાર્થી આવ્યો અને તેને નીચે પાડીને માર મારવા લાગ્યો. બધા જ આ ઘટનાની નિંદા કરી રહ્યાં છે અને શાળા આ ઘટનાં પાછળ કડક પગલા લે એવી સૌ કોઈની આશા છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વૉર્ને પણ આ વિડિયોને શર્મનાક કહ્યો છે. તેમણે લખ્યું છે કે, શર્મનાક,. આવી ઘટના પર કડક પગલા લેવા જોઈએ. બાળકો માટે શાળા સૌથી સુરક્ષિત જગ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના ગયા મહિને થઈ હતી. હજારો વખત શેર કર્યા પછી આ વીડિયો લોકો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો ખૂબ ગુસ્સે છે. તેમને ગુસ્સો એ વાતનો છે કે શાળાએ આ ઘટના પર હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ કરી નથી. 15 વર્ષનાં બાળકને શાળાના ગ્રાઉન્ડ પર સુવડાવી માર માર્યા પછી પોલીસ તેની તપાસ કરી રહી છે.

આ વીડિયો ધોલાઈ કરનાર વિદ્યાર્થીના મિત્રએ શેર કર્યો છે. વિડિયોમાં જોવા મળે છે કે સીરિયા રેફ્યુજી બાળકને વિદ્યાર્થી કેવી રીતે મારે. જેના પછી તે તેના ચહેરા પર પાણી નાખે છે. અને પછી તે કહે છે- ‘હું તને ડુબાડીને મારી નાખીશ.’

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter