લ્યો બોલો! સુંદર દેખાવા કરાવી 200 સર્જરી, ખર્ચ કર્યા 16 કરોડ

દુનિયામાં એવુ ક્યુ વ્યક્તિ છે, જે પોતાની જાતને સુંદર જોવા માંગતુ નથી. લાખો કરોડોની બ્યૂટી અને કૉસ્મેટિક ઈન્ડસ્ટ્રી પણ આની ઉપર ટકેલી છે. પરંતુ આ મહિલા સુંદર દેખાવા માટે એટલી હદે ગઇ કે તમે જાણીને હેરાન થઇ જશો.

28 વર્ષીય ડેલગાઇડિસ બાળપણમાં બાર્બી ડૉલની જેમ જોવા માંગતી હતી. જેના માટે તેમણે 1-2 નહીં, પરંતુ આખી 200 સર્જરી કરાવી છે અને તેના પર 16 કરોડથી વધુની રકમ ખર્ચ કરી છે.

સમાચાર મુજબ, ડેલગાઇડિસ બાળપણમાં જ એટલી સુંદર દેખાતી ન હતી અને જ્યારે તેને સુંદર દેખાવાનુ મહત્વ સમજાયું ત્યારે તેણી બાર્બી ડૉલ જેવુ દેખાય તેવુ નક્કી કર્યુ અને તેના માટે તેઓ કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતી.

રીપોર્ટસ મુજબ, ડેલગાઇડિસે 17 વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધુ હતું. તેમણે પોલ ડાન્સર તરીકે કામ શરૂ કર્યુ હતું અને તેના દ્વારા મળતા પૈસા સર્જરી માટે બચાવવાનુ શરૂ કર્યુ.

આજે 200 સર્જરી બાદ તેમનો દેખાવ આવો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter