GSTV

શું પિતાના અવસાનને ‘અવસર’ તરીકે લઇ રહ્યા છે ચિરાગ પાસવાન?, લીક થયો રિહર્સલનો વિડીયો

બિહાર ચૂંટણીને લઇને સતત મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર હુમલો કરી રહેલા લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાનનો એક વીડિયો વાયરલ થયો છે. ત્યારબાદ ચોતરફ તેમની ટીકા થઇ રહી છે. આ વીડિયોની અંદર તેઓ પોતાના દિવંગત પિતા રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલી આપવાનું રિહર્સલ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા પંખુડી પાઠકે આ વીડિયોને ટ્વિટ કરીને ચિરાગ પાસવાન ઉપર નિશાન સાધ્યું છે.

યુઝર્સ વરસાવી રહ્યા છે આક્રોશ

પંખુડી પાઠકે ટ્વિટ કરીને કહ્યું કે, સ્વર્ગીય પિતાની તસવીર સામે શ્રદ્ધાંજલિ આપવાને બદલે ચિરાગ પાસવાનનું આ નાટક શરમજનક છે. આવા લોકોના કારણે જ રાજનીતિ બદનામ છે. જનતાઓ જાગૃત થઇને પોતાની વચ્ચે રહેલા જન પ્રતિનિધિઓને પસંદ કરીને ડ્રામેબાજોને રાજનીતિમાંથી બહાર કરવા પડશે.

શું છે લીક થયેલ વાયરલ વીડિયોમાં?

આ જે વીડિયો વાયરલ થયો છે તેમાં ચિરાગ પાસવાન રામ વિલાસ પાસવાનની તસવીર પાસે ઉભા છે. સફેદ ધોતી અને સફેદ કપડામાં ઉભા છે અને શૂટિંગ પણ ચાલી રહ્યું છે. એક મિનિટ 22 સેકેન્ડના આ વીડિયોમાં તેઓ વાળ સરખા કરે છે અને પહેલાથી નક્કી કરેલી સ્ક્રિપ્ટ પ્રમાણે બોલવાની પ્રેક્ટિસ પણ કરે છે. પોતાના સ્વર્ગીય પિતાની તસવીર સામે તેઓ હસી મજાક પણ કરી રહ્યા છે. ચિરાગ પાસવાનનો આવો વીડિયો સામે આવ્યા બાદ હવે તેમની સામે સવાલો ઉઠી રહયા છે. તો વિપક્ષી દળો અને જેડીયુએ પણ આ તકનો લાભ લઇને તેમના પર શાબ્દિક પ્રહાર કર્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શું રાજ્યના આ શહેરોમાં શનિ-રવિમાં ફરીથી લાગુ થશે દિવસનો કર્ફ્યૂ, ગુજરાત સરકાર કરી રહી છે વિચારણા!

pratik shah

NDAના વિજય સિન્હા બન્યા બિહાર વિધાનસભાના સ્પીકર, RJD વિરોધ કરતું રહ્યું પણ મળી હાર

pratik shah

જૂના રિવાજો સાથે આધુનિક ટેક્નોલોજીનો સુમેળ/ લગ્નનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો ટ્રેન્ડ, કંકોત્રીમાં જ લિંક અને પાસવર્ડ, ભોજનની હોમ ડિલિવરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!