GSTV

રસ્તા પર શરબત પી રહ્યો હતો આ વ્યક્તિ, રોહિત શર્મા સમજીને લોકોએ કર્યો સોશિયલ મીડિયા પર વાઇરલ

Last Updated on September 29, 2021 by GSTV Web Desk

જ્યારથી સોશિયલ મીડિયા શરુ થયું છે ત્યારથી રોજબરોજ આપણને અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર ઘટના બનતી જોવા મળી રહે છે. ક્યારેક કોઈ પ્રાણી સાથે બનાવેલા રમૂજ વિડીયો તો ક્યારેકે કોઈ વ્યક્તિની વિચિત્ર આદત. ત્યારે આજે એક ખુબ જ ખ્યાતનામ વ્યક્તિના હમશકલ લાગતા એક વ્યક્તિનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. પહેલી નજરે જોતા તમને તે વ્યક્તિ ઓરીજીનલ જ લાગશે પરંતુ, નીરખીને જોયા પછી તમને ખ્યાલ આવશે કે, તે ઓરીજીનલ નહિ પણ ડુપ્લીકેટ છે. તો ચાલો જાણીએ કોણ છે આ વ્યક્તિ?

સોશિયલ

શું તમે રોહિત શર્માનો હમશકલ જોયો છે? હાલ પાકિસ્તાનના રસ્તા પર શરબત પીતો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે, આ ફોટો જોઈને બધાને એવું જ લાગે કે, આ ભારતીય ટીમનો બેટ્સમેન રોહિત શર્મા છે પરંતુ, વાસ્તવમા તે રોહિતનો હમશકલ છે. આ વ્યક્તિને હાલ લોકો ‘ગરીબોનો રોહિત’ પણ કહી રહ્યા છે. હાલ આ ફોટોની નીચે લોકો અનેક પ્રકારની જુદી-જુદી કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

આ ફોટો ટ્વિટર યુઝર @ShirazHassan શેર કર્યો હતો. હાલ રોહિત શર્મા UAE મા મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે આ ફોટાએ થોડીવાર માટે બધાને ચકિત કરી દીધા. આ ફોટાની નીચે કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે, “કોણ કહે છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો માટે પ્રવાસ માટે સલામત નથી? અત્યારે જ ભારતનો સ્ટાર ખેલાડી રોહિત શર્મા રાવલપિંડીના સદરમાં આલુ બુખારાની મજા લઈ રહ્યા છે. આ સમાચાર લખવામાં આવ્યા ત્યાં સુધીમાં આ ટ્વીટને લગભગ ૫૦૦ લાઇક્સ અને ૪૭ રિટ્વીટ મળ્યા છે.

થોડા સમય પહેલા નેટફ્લિક્સની ‘મની હાઈસ્ટ’ શ્રેણી ચર્ચાનો વિષય બની હતી. તેમાં પ્રોફેસર સૌ કોઈનું પ્રિય પાત્ર છે, જેનો ફોટો કરિયાણાની દુકાનમાં કામ કરતી વખતે વાયરલ થયો હતો. પાકિસ્તાનમાં પણ આ ફોટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમા નજરે દેખાતો વ્યક્તિ ‘પ્રોફેસર’ જેવો લાગી રહ્યો હતો! સ્પેનિશ ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝ ‘મની હાઈસ્ટ’ આજે વિશ્વભરમાં લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે, ‘પ્રોફેસર’ની ભૂમિકા એલ્વારો મોર્ટે ભજવી છે.

Read Also

Related posts

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari

ટિપ્સ/ કોરોનાથી રિકવર થયા બાદ આખરે શા માટે ખરે છે વાળ? જાણો આ સમસ્યામાંથી કેવી રીતે મેળવશો છૂટકારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!