GSTV
Home » News » VIDEO : દક્ષિણ ગુજરાતના રાજકીય નેતાના પુત્રવધૂની પ્રેમલીલા કેમેરામાં થઇ ગઈ કેદ

VIDEO : દક્ષિણ ગુજરાતના રાજકીય નેતાના પુત્રવધૂની પ્રેમલીલા કેમેરામાં થઇ ગઈ કેદ

દક્ષિણ ગુજરાતના રાજકીય અગ્રણીની પુત્રવધૂના આડા સંબંધોનો વીડિયો વાયરલ થયો છે. અમેરિકાના ડલાસમાં પુત્રવધુ જ્યારે તેના પ્રેમી સાથે હતી ત્યારે તેના પરિવારજનો આવી જતા તેમણે મોબાઈલમાં વીડિયો કેદ કર્યો હતો. આ સમયે તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. અમેરિકાના ડલાસની હોટલમાં પુત્રવધુ તેના પ્રેમી સાથે અંગત પળો માણી રહી હતી તે દરમ્યાન પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતા અને તેમણે મોબાઈલમાં આખી ઘટના કેદ કરી હતી. તે સમયે પુત્રવધુની તેના પરિવાર સાથે માથાકૂટ પણ થઈ હતી. અમેરિકામાં બનેલી આ ઘટનાનો વીડિયો બારડોલી પંથકમાં વાઇરલ થયો છે.

પ્રેમી સાથે કરી રહેલી હરકતો સમયે જ પરિવારજનો પહોંચ્યા હોવા છતાં તેમને કોઈ શરમ ન હોય તેમ તેઓ બેસી રહ્યાં હતાં. જોકે, સમય જોઈને તેના પ્રેમીએ સરકરવાનો પ્રયાસ કરતાં તેને પકડી લેવાયો હતો. જેઓ ખુલ્લેઆમ હોટલમાં બેસીને એકબીજાને કિસ કરી રહ્યાં હતાં. આ સમયે જ પરિવરાજનો પહોંચ્યા હતા. આ મામલે દક્ષિણ ગુજરાતમાં ભારે હોબાળો મચ્યો છે. લોકો આ વીડિયોને વાયરલ કરી રહ્યાં છે. આ અંગે કોઈ ખૂલીને બોલી રહ્યું નથી પણ તમામ જાણે છે કે આ કોની પુત્રવધૂ છે.

પતિ અને તેની પ્રેમિકા એકબીજાના પ્રેમમાં લીન

જોકે, પુત્રવધુની આ હરકતથી તેના સાસરીપક્ષના તમામ લોકો અવગત હતા, જેથી તેઓ પણ તેની પાછળ-પાછળ અમેરિકા પહોંચી ગયા હતા. અને પુત્રવધુના પ્રેમીની પત્નીનો સંપર્ક કર્યો હતો. બંન્ને પ્રેમી પંખીડાને પકડવા માટે બારડોલીના રાજકીય પરિવારે સ્ટિંગ ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ સ્ટિંગ ઓપરેશનમાં તેમની પુત્રવધુના પ્રેમીની પત્નીએ પણ તેમનો સાથ આપ્યો હતો. અમેરિકામાં રહેતી પત્નીનો પતિ તેની પ્રેમિકા સાથે દલાસની એક હોટલમાં હાજર હતો ત્યારે જ તેની પત્ની તેના સંબંધીઓ સાથે હોટલ ખાતે પહોંચી હતી. પત્ની પહોંચી ત્યારે પતિ અને તેની પ્રેમિકા એકબીજાના પ્રેમમાં લીન હતા. બંને એક બીજામાં ખોવાયેલા હતા ત્યારે જ પત્નીએ દરોડાં પાડતા રંગમાં ભંગ પડ્યો હોય તેમ મહિલાનો પતિ હેબતાઈ ગયો હતો. પત્ની તેમજ તેના સંબંધીઓએ હોટલ ખાતે જ હંગામો કર્યો હતો. આ દરમિયાન અપશબ્દોનો મારો પણ વહેતો થયો હતો.

Read Also

Related posts

સક્કરટેટીનો સારો પાક આવ્યો હતો, પણ ખાનગી કંપનીનું માની દવાનો છંટકાવ કરતાં પાક સુકાઈ ગયો

Mayur

પાકિસ્તાન પણ જોશે લાઈવ ભારતનાં ચૂંટણી પરિણામોને, ઉચ્ચ કમિશન દ્વારા કરાઈ ખાસ વ્યવસ્થા

Mansi Patel

પીએમ મોદીને જીતનો સંપૂર્ણ વિશ્વાસ, પરિણામ બાદ આ દિવસે થઈ શકે છે કેબિનેટની મિટિંગ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!