GSTV

વિપુલ ચૌધરીની ધરપકડ થાય તેવી સંભાવના, કોર્ટે આપ્યો વધુ એક ઝટકો

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટે વધુ એક ઝટકો આપ્યો છે. કોર્ટને ગેરમાર્ગે દોરી વિદેશ પ્રવાસ કરવા બદલ વિપુલ ચૌધરીની ધરપકડ થાય તેવી શક્યતા છે.. સાગરદાણ અને ઉચાપત મામલે કોર્ટને ગેરમાર્ગે દોરીને તેમણે વિદેશ પ્રવાસ કર્યો હતો. વિપુલ ચૌધરીએ સાગર દાણ મામલે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા.

જામીનમાં પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં પણ વિપુલ ચૌધરીએ કોર્ટની અવહેલના કરીને નવા પાસપોર્ટને આધારે 22 માર્ચ 2018થી આઠ જુલાઈ 2018 સુધી વિદેશ પ્રવાસ કર્યો હતો. રદ થયેલા પાસપોર્ટને કોર્ટમાં જમા કરાવીને નવા પાસપોર્ટ આધારે તુર્કી અને યુરોપનો પ્રવાસ કર્યાનું સામે આવ્યું છે. કોર્ટને ગેરમાર્ગે દોરતા સુઓમોટો દાખલ કરીને ગૃહ અથવા પોલીસ વિભાગ તેમની ધરપકડ કરી શકશે.

READ ALSO

Related posts

Coronaના સંકટ વચ્ચે રાહતના સમાચાર: અત્યાર સુધી 102 દર્દીઓ ડિસ્ચાર્જ, જાણો ગુજરાતમાં કેટલાં લોકો સ્વસ્થ થયાં

Bansari

કોરોના વાયરસનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, વીડિયો કોન્ફરન્સથી થઈ સુનાવણી

pratik shah

સમગ્ર વિશ્વને ઝપેટમાં લેનાર કોરોનાનો આવી રીતે થાય છે ટેસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!