GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

કર્ણપ્રિય સંગીતની ધૂનથી મગજને શાંતિ મળે છે, તે સૌ કોઈ સ્વિકારે છે. આપણા રોજીંદા જીવનમાં પણ આપણે તેનો અહેસાસ કરીએ છીએ. તાજેતરમાં બ્રિટેનની એક હોસ્પિટલમાં ભરતી થયેલી મહિલા ડૈગમર ટર્નર કે, જેને વાયોલિનની ધૂન પર બ્રેન ટ્યૂમરથી છૂટકારો મેળવ્યો છે. લોકલ એનસ્થીસિયા આપીને તેના ટ્યૂમરને નિકાળવાનું ઓપરેશન ચાલી રહ્યું હતું, અને બીજી બાજુ તે વાયોલિન પર પોતાની પ્રિય ધૂન વગાડતી હતી. ડૈગમરને 40 વર્ષથી વાયોલિન સાથે લગાવ છે.

ટર્નરને માથામાં મગજના ભાગે ટ્યૂમર હતુ, જેનાથી જમણા હાથની ગતિવિધીઓ નિયંત્રિત થતીં હતી. પણ હોસ્પિટલમાં ખાલી સમયમાં મનને શાંતિ મળે તે માટે તેણે વાયોલિન વગાડવાનુ ચાલુ રાખ્યું. કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં ન્યૂરો સર્જન પ્રોફેસર કેયોમર્સ આશ્કન આ વાતને જાણે છે. એટલા માટે તેમણે ઓપરેશન દરમિયાન વાયોલિન વગાડવાનો આગ્રહ રાખ્યો હતો.

પ્રોફેસર આશ્કને જણાવ્યું હતું કે, મારા કરિઅરમાં આવો પ્રથમ કિસ્સો છે જે, સંગીતના પ્રભાવનો ઉપયોગ કરીને દર્દીનું ટ્યૂમર કાઢ્યુ હોય. એ પણ એવા અંગને જે ઘણુ સક્રિય રહેતુ હોય. આ અંગે ટર્નર જણાવે છે કે, તે 10 વર્ષની હતી, ત્યારથી વાયોલિન વગાડે છે.

READ ALSO

Related posts

Covid-19 બાદ ન્યૂઝીલેન્ડમાં પ્રોફેશનલ ટેનિસનું પુનરાગમન થઈ રહ્યું છે

Mansi Patel

કરોડો પોલીસીધારકોને મોટો ઝટકો! આ કારણે ભરવું પડશે બમણું ઇન્શ્યોરન્સ પ્રિમિયમ

Bansari

શહેરની વધુ એક પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપનીના ત્રણ કર્મચારીઓ વાયરસની ઝપેટમાં, તંત્ર થયું દોડતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!