GSTV
News Trending World

ઈરાન / મહસા અમિનીનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોતની વિરુદ્ધ હિંસક પ્રદર્શનો, સુરક્ષાદળોની કાર્યવાહીમાં 31ના મોત

ઈરાનમાં 16 સપ્ટેમ્બરથી હિજાબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ છે. મહિલાઓની સાથે પુરૂષો પણ વિરોધમાં જોડાયા છે હવે તે 15 શહેરોમાં ફેલાઈ ગઈ છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ પણ થઈ રહી છે. પોલીસે આંદોલનકારી લોકોને રોકવા માટે ગોળીબાર કર્યો હતો. ગુરુવારે ગોળીબારમાં ત્રણ દેખાવકારોના મોત થયા હતા અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 31 થઈ ગયો છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે.

અમિનીને યોગ્ય રીતે હિજાબ ન પહેરવાના આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવી હતી. સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે અમિનીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું, પરંતુ અમીનીના પરિવારે દાવો કર્યો છે કે આ પહેલા અમીનીને હૃદયની બિમારીની કોઈ ફરિયાદ નહોતી.

નોંધનીય છે કે, 22 વર્ષીય મહસા અમિની તેના પરિવાર સાથે તહેરાનની યાત્રા પર આવી હતી અને ત્યારે નૈતિક્તા પોલીસે ડ્રેસ કોડના નિયમો હેઠળ તેની અટકાયત કરી હતી. પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. જે બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. તહેરાન પોલીસ તરફથી પુષ્ટિ કરવામાં આવી હતી કે અન્ય મહિલાઓ સાથે 22 વર્ષીય મહસાની પણ નિર્દેશો આપવા માટે અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

માનવાધિકાર માટે કામ કરતી સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું હતું કે પોલીસ પર અત્યાચારના આરોપો લાગ્યા છે. 22 વર્ષીય મહસાની પોલીસ કસ્ટડીના કેસમાં મોતની તપાસ થવી જોઈએ. પોલીસે બળજબરીથી હિજાબ કાયદો લાગુ કરવા માટે તેની ધરપકડ કરી હતી. 3 દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા પછી તેનું મૃત્યુ થયું હતું.

READ ALSO

Related posts

વધુના સ્તન અને માથા પર થુંકીને આપવામાં આવે છે આશીર્વાદ, સદીઓથી નિભાવવામાં આવે છે આ પરંપરા

Damini Patel

દક્ષિણ આફ્રીકા ટી-20 શ્રેણી / દિપક હુડ્ડા ઈજાગ્રસ્ત, આ 3 ખેલાડીઓને કરાયા ટીમ ઈન્ડિયામાં સામેલ

Hemal Vegda

વ્યાજખોરોનો ત્રાસ/સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સને પોલીસે દબોચ્યા, મારઝૂડ કરી કરતા હતા દબાણ

HARSHAD PATEL
GSTV